વૈશ્વિક જેન્ડર ગેપ ઈન્ડેકસમાં ભારત 4 સ્થાન ગબડી 112માં ક્રમે

17 December 2019 05:49 PM
India Woman
  • વૈશ્વિક જેન્ડર ગેપ ઈન્ડેકસમાં ભારત 4 સ્થાન ગબડી 112માં ક્રમે

આરોગ્ય, આર્થિક મોરચે ભારત તળીયાના પાંચ દેશોમાં

નવી દિલ્હી તા.17
મહિલાઓના આરોગ્ય અને આયુષ્ય તથા આર્થિક ભાગીદારીની દ્દષ્ટિએ ભારત ચાર પગથીયાં નીચે ઉતરી 112માં ક્રમે આવ્યું છે. વાસ્તવમાં ભારત નીચેના પાંચ દેશોમાં સામેલ છે.
વાર્ષિક સર્વેક્ષણમાં આઈસલેન્ડ વિશ્વનો પ્રમુખ જેન્ડર ન્યુરૂલ (પુરુષ-સ્ત્રી વચ્ચે ભેદભાવ વગરનો) દેશ બન્યો છે તો ભારત વર્લ્ડ ઈકોનોમીક ફોરમના જેન્ડર ગેપ રિપોર્ટમાં ચીન (106), શ્રીલંકા (102), નેપાળ સંગઠન છે તેના મત મુજબ 2019માં જેન્ડરગેપ સાંકડો થઈ 99.5 વર્ષ થયો છે, અને એનું કારણ રાજકારણમાં વધેલી મહિલાઓની સંખ્યા છે. રાજકીય લૈંગિક અંતર દૂર થતાં 95 વર્ષ લાગશે. ગત વર્ષે આ અંતર 107 વર્ષ હતું. વિશ્વભરમાં મહિલાઓ 25.2% સંસદીય-નીચલા ગૃહની બેઠકો ધરાવે છે, અને 21.2 ટકા પ્રધાનપદ ધરાવે છે. ગત વર્ષે આ ટકાવારી અનુક્રમે 24.1 અને 19 હતી.
(101), બ્રાઝીલ (92), ઈન્ડોનેશિયા (85) અને બાંગ્લાદેશ (50) કરતાં પણ નીચે 108થી નીચે ઉતરી 112માં ક્રમે આવ્યું છે. આ રેન્કીંગમાં યમન છેક 153માં સ્થાને છે. તો ઈરાક 152મા અને પાકિસ્તાન 151માં ક્રમે છે.જીનીવા સ્થિત વર્લ્ડ ઈકોનોમીક ફોરમ પબ્લીક પ્રાઈવેટ કોર્પોરેશન માટેનું આંતરરાષ્ટ્રીય જો કે આર્થિક તક મામલે લૈંગિક અંતર વધ્યું છે. ગત વર્ષે એ 202 વર્ષ હતું, એ ચાલુ વર્ષે 257 વર્ષ થયું છે.વર્લ્ડ ઈકોનોમીક ફોરમે પ્રથમવાર જેન્ડર ગેપ રિપોર્ટ 2006માં જાહેર કર્યો ત્યારે ભારતની રેન્ક તુલનામાં 98માં સ્થાને હતી, એ પછી ચારમાંથી 3 પરિણામોમાં ભારતનું રેન્કીંગ બગડયું છે. રાજકીય સશક્તિકરણ મામલે ભારતે 18મું સ્થાન મેળવ્યું છે, પણ આરોગ્ય-સર્વાધ્યક્ષ મામલે ભારતનો ક્રમ 150મો, આર્થિક હિસ્સેદારી મામલે 149માં અને શિક્ષણમાં 112મો ક્રમ છે.રિપોર્ટ અનુસાર ભારતમાં મહિલાઓ માટે આર્થિક તક (35.4%) અતિ મર્યાદીત છે.


Loading...
Advertisement