શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ-નિફટી સર્વોચ્ચ ઉંચાઈએ

17 December 2019 04:44 PM
Business India
  • શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ-નિફટી સર્વોચ્ચ ઉંચાઈએ

આર્થિક મંદીને ડીસ્કાઉન્ટ કરીને રોજેરોજ નવા લેવલ સર્જતુ માર્કેટ: મેટલ, બેંક, સોફટવેર શેરો ઝળકયા

રાજકોટ તા.17
મુંબઈ શેરબજારમાં તેજીનો દોર જળવાયેલો હતો અને સતત બીજા દિવસે સેન્સેકસ તથા બેંક નિફટીએ નવી ઉંચાઈ બનાવી હતી.
શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. વૈશ્ર્વિક સુધારાનો પડઘો હવે નાણાં સંસ્થાઓની લેવાલીની સારી અસર હતી. આર્થિક મંદીનું કારણ ડીસ્કાઉન્ટ કરી દેવાયુ જ છે. અર્થતંત્રને બેઠુ કરવા જીએસટીમાં બદલાવ કરવા ઉપરાંત અન્ય કેટલાંક પગલા લેવામાં આવશે તેવા આશાવાદથી માનસ પ્રોત્સાહક બની રહ્યું હતું.
શેરબજારમાં આજે બેંક, મેટલ્સ, આઈટી શેરો લાઈટમાં હતા. એચડીએફસી, બજાજ ફાઈનાન્સ જેવી ફાઈનાન્સ કંપનીઓ ઉપરાંત એચડીએફસી બેંક, કોટક બેંક, યશ બેંક વગેરે ઝળકયા હતા. ટીસ્કો, વેદાંતા, હિન્દાલ્કો, જીંદાલ સ્ટીલ જેવા મેટલ શેરો લાઈટમાં હતા. ભારતી એરટેલ, આઈટીસી, લાર્સન જેવા હેવીવેઈટ શેરોમાં કરંટ હતો. ઈન્પોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્ર જેવા આઈટી શેરોમાં સુધારો હતો. મારૂતી ટાટા મોટર્સ મજબૂત હતા. બજાજ ઓટો, હિન્દ લીવર, રીલાયન્સ, ટાઈટન, ગેઈલ, સન ફાર્મા જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસે આજે સતત બીજા દિવસે નવી રેકોર્ડબ્રેક ઉંચાઈ રચી હતી અને 381 પોઈન્ટના ઉછાળાથી 41319 હતો. ઉંચામાં 41324 તથા નીચામાં 41005 હતો. નેશનલ સ્યોક એકસચેંજનો નિફટી પણ નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. 106 પોઈન્ટ ઉછળીને 12106 હતો. અગાઉ 12158ની સર્વોચ્ચ ઉંચાઈનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. બેંક નીફટીએ પણ 32213ની નવી ઉંચાઈ બનાવી હતી.
શેરબજાર આર્થિક મંદીને ડીસ્કાઉન્ટ કરીને નવી ઉંચી સપાટી સર સરકતુ રહ્યું હોવાથી બ્રોકરો-ઈન્વેસ્ટરોમાં ખુશીનું મોજુ છે.


Loading...
Advertisement