આંતરરાષ્ટ્રીય એરેથમેટીક સ્પર્ધામાં ગોંડલના ત્રણ બાળકોની સિઘ્ધિ

17 December 2019 01:59 PM
Gondal Education Saurashtra Sports
  • આંતરરાષ્ટ્રીય એરેથમેટીક સ્પર્ધામાં ગોંડલના ત્રણ બાળકોની સિઘ્ધિ
  • આંતરરાષ્ટ્રીય એરેથમેટીક સ્પર્ધામાં ગોંડલના ત્રણ બાળકોની સિઘ્ધિ

35 થી વધુ દેશોના બાળકોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.17
તાજેતરમાં કંબોડીયા ખાતે 7 ડીસેમ્બર નાં વિશ્ર્વ નાં 35 થી વધું દેશો નાં 4400 બાળકોએ યુસીમાસ ની 24 મી મેન્ટલ એરીથમેટીક સ્પર્ધા ની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો.જેમાં એ-2 કેટેગરીમાં દાફડા રથીન શૈલેષભાઈ તથાં જોશી તિર્થ જયદિપભાઇ એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
જ્યારે એ-1 કેટેગરીમાં ધ્વની વેકરીયા ચેમ્પિયન બની હતી.સ્પર્ધા માં બાળકો એ કોઈ પણ ઇલેક્ટ્રોનીક સાધન કે કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર ની મદદ વિનાં સંપુર્ણ પોતાનાં જ મગજ નો ઉપયોગ કરી પોતાનું લોજીક,તકઁશકતિ વાપરી માત્ર આઠ મિનિટ માં 200 દાખલાં પુરાં કરવાનાં હતાં.જે સિધ્ધી ગોંડલ નાં રથીન,તિથઁ તથાં ધ્વની એ મેળવી ગોંડલ નું ગૌરવ વધાર્યું છે.
પ્રથમ આવનાર રથીન દાફડા તેર વર્ષનો છે અને ધોરણ આઠ માં અભ્યાસ કરેછે.આ બાળકો ને તૈયાર કરનાર પરફેકટ બ્રેઇન ડેવલપ સેન્ટર નાં રજનીશ રાજપરા એ જણાવ્યું કે કોઈપણ બાળકો માં શક્તિ પડેલી છે.માતા પિતા સંતાનો ને પોતાની રીતે આગળ વધવાં પ્રોત્સાહન આપે અને યોગ્ય માર્ગદર્શન ની ગોઠવણ કરી આપે તો ચોક્કસ બાળક આગળ વધી શકે.


Loading...
Advertisement