કામે ચડો પછી જ બધી માગણીઓ ઉકેલાશેની સ્પષ્ટ વાત રેવન્યુ સચિવે કરતા અંતે હડતાળ સમેટાય

17 December 2019 01:57 PM
Rajkot Education Government
  • કામે ચડો પછી જ બધી માગણીઓ ઉકેલાશેની સ્પષ્ટ વાત રેવન્યુ સચિવે કરતા અંતે હડતાળ સમેટાય

દબાણની નીતિ નહીં ચાલે, યોગ્ય માંગણી ઉકેલવા તૈયારી બતાવાયા બાદ મહામંડળે પીછેહટ કરી લીધી

રાજકોટ,તા. 17 : રાજકોટ સહિત રાજ્યભરનાં મહેસુલી કર્મચારીઓની આઠ દિવસની હડતાળ બાદ મહેસુલ સચિવ પંકજકુમાર સાથે આગેવાનોની બેઠકમાં પંકજકુમારે સ્પષ્ટ વાત કરી કે પહેલા કામે ચડો, હડતાળ પૂરી કરો પછી જ બધી માંગણી પણ નિર્ણય થશે, દબાણની નીતિ નહીં ચાલે તેવી સ્પષ્ટ વાત કરતાં મહામંડળે પંકજકુમારના આકરા તેવરને પારખી તમામ માંગણીઓ બે મહિનાનાં ઉકેલવાની ખાત્રી સ્વીકારી હડતાળ સમેટી લેવાની જાહેરાત કરી હોવાનું ટોચના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ગાંધીનગરમાં મહામંડળના આગેવાનો-પંકજકુમાર સાથે થયેલી બેઠકમાં મહામંડળની હડતાળની વાતને પંકજકુમારે ચિમકી નાખી હોવાનું જાણવા મળ્યું છે. પ્રધાનો નહિ મારી સાથે જ વાત કરવાની છે તેવું કહી માંગણી ઉકેલવાની ખાત્રી આપી હડતાળ પૂરી કરાવી હતી.રાજ્યના મહેસુલી કર્મચારીઓની 18 જેટલી પડતર માગણીઓ બાબતે સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા છેલ્લા 8 દિવસથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતયાર્ય હતાં. આ હડતાળના પગલે જનસેવા કેન્દ્રો, ઇ-ધારા કેન્દ્રો, પુરવઠા વિભાગ તેમજ કલેક્ટર કચેરીમાં છેલ્લા 8 દિવસથી કામકાજ ઠપ્પ હતું. રાજ્ય સરકાર સાથે મહામંડળની બેઠક સફળ રહેતા મહેસુલ કર્મચારીઓની હડતાળનો સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર સાથે મહેસુલ કર્મચારી મહામંડળની બેઠક બાદ હડતાળ સમેટાવાની જાહેરાત કરવામાં આવી છે. બેઠક દરમિયાન સરકારે મહેસુલ કર્મચારીઓની તમામ માગો સ્વીકારી બે મહિનામાં તમામ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. સાથે જ સિનિયોરિટીનો પ્રશ્ર્ન બે મહિનામાં ઉકેલાવાની લેખીત બાયંધરી પણ સરકારે આપી છે.
રાજકોટ જિલ્લા મહેસૂલ મહામંડળના પ્રમુખ કિરીટસિંહે જણાવ્યું હતું કે, મહેસૂલી કર્મચારીઓની મુખ્ય 18 માગણીમાંથી 16 માગ સ્વીકારાઈ ગઇ છે. પરંતુ બે સંવેદનશીલ માગ સ્વીકારવા વિચારણાનો સમય માગવામાં આવ્યો છે. રાજ્યનાં રેવન્યું તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ કરીને પંચાયત મં6ી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા અને ગાંધીનગર મહેસુલ વિભાગનાં નાયબ સચિવ દિલીપ ઠાકરની બદલી કરવાની માગ કરી હતી.


Loading...
Advertisement