નાગરિકતા કાનૂન સામેના આંદોલનથી અર્થતંત્રને વધુ એક ફટકો

17 December 2019 11:42 AM
Business Government India
  • નાગરિકતા કાનૂન સામેના આંદોલનથી અર્થતંત્રને વધુ એક ફટકો

હિન્દુ એજન્ડા ઝડપથી આગળ વધારવાના ઝનૂનથી અર્થતંત્ર, વિદેશ નીતિ માટે માઠા પરિણામ આવી શકે છે

નવી દિલ્હી તા.17
નવા નાગરિકતા કાયદા સામે વધી રહેલા વિરોધની ચિંતા વધી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હાર્ડલાઈન કટ્ટર હિંદુ ને વધુ પડતો આગળ લઈ ગયા છે, અને એથી કોમી રમખાણો થયાનું જોખમ છે. આવું થતાં વિદેશી રોકાણ આકર્ષવા નહી તેમના યોજનાને અસર થઈ શકે છે.

પાટનગર દિલ્હી સહિત પોલીસે પુર્વથી માંડી પશ્ર્ચિમ ભારતના યુનિવર્સિટી કેમ્પસમાં ઘુસી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા દસ્તાવેજો વગરના મુસલમાનોને નાગરિકતા મેળવતા રોકતો અને આ ત્રણ દેશોમાંથી આવતા હિંદુ સહિતના અન્ય ધર્મોના લોકોને નાગરિકતા આપવા માર્ગ મોકળો કરતા કાયદા સામેનો વિદ્યાર્થીઓનો વિરોધ કચડી નાખવા પ્રયાસ કર્યો હતો..

દેખાવકારોએ તેમનું આંદોલન ધનિષ્ટ બનાવવા સંકલ્પ કર્યો છે એ બતાવે છે કે ભારત બિનસાંપ્રદાયિક મૂળ છોડી દે તેવા સમર્થકોને મોદીની અપીલથી વિદેશી રોકાણ લાવવાના તેમના પ્રયાસોને ફટકો પડશે. દેખાવો-હિંસાથી આંતરિક સુરક્ષા બાબતે પણ ચિંતા ઉભી થઈ છે. એ ઉપરાંત ભારતના લડખડાતા અર્થતંત્રમાં રોકાણ આકર્ષવા અને ચીનનો મુકાબલો કરવાની વિદેશ નીતિની ગતિને ખોદી જાળવી શકશે કે કેમ તે બાબતે પણ આશંકા ઉભી થઈ છે.

ન્યુયોર્કની કાઉન્સીલ ઓન ફોરેન રિલેશન્સ ખાતે દક્ષિણ એશિયા માટેના સીનીયર ફેલો અને અમેરિકાના પુર્વ ડિપ્લોમેટ એલીસા આયર્સએ જણાવ્યું હતું કે ભારત કદાચ આંતરિક અંધાધુંધીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે અને એ એટલો ધનિષ્ટ છે કે દેશ એમાં રોકાયેલો રહેશે અને વિદેશ નીતિ અવરોધક માર્ગ પર મુકાઈ જશે.

ગેરકાયદે ઘૂસણખોરોને શોધી કાઢવાની રાષ્ટ્રવ્યાપી સીટીઝનશીપ રજીસ્ટર તૈયાર કરવાની મોદીની યોજનાનો આગોતરો સંકેત આપતો નાગરીકતા કાયદો મુસ્લીમોને અસર કરતો મે પછીનો ત્રીજો નિર્ણય છે. ઓગષ્ટમાં સરકારે ભારતના એકમાત્ર મુસ્લીમ બહુસંખ્યક કાશ્મીરનો દરજજો નાબૂદ કરી રાજકીય વિરોધીઓને પુરી દીધા હતા. ઓગષ્ટમાં જ સીટીઝન્સ રજીસ્ટર લાગુકરાતા આસામના 19 લાખ મુસ્લીમો ભારતીય નાગરિકતા ગુમાવે તેવી શકયતા છે. નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે તોડી પડાયેલી મસ્જીદની વાદગ્રસ્ત જમીન હિંદુઓને હવાલે કરવાનો ચૂકાદો આપ્યો હતો.

2014માં પહેલીવાર ચૂંટાયા પછી અસાધારણ વ્યક્તિગત લોકપ્રિયતા ભોગવનારા મોદી માટે વધતો આક્રોશ પ્રથમ સાર્વજનિક નકાર છે. 2016માં દેશની 86% કરન્સી નાબુદ કરાતા બિઝનેસ અસ્થિરતા અને વ્યક્તિગત કઠનાઈ ઉભી થઈ હોવા છતાં તેમની લોકપ્રિયતાને આંચ આવી નહોતી. મોદીના બાયોગ્રાફટ નિલંજન મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે મોદીએ સામનો કર્યો હોય તેવો આ પ્રથમ મોટો પડકાર છે. નાગરીકતા કાયદાથી લોકોને લાગે છે કે વાત ઘણી આગળ વધી ગઈ છે.

મોદીએ ભારતની વૈવિધ્યતાને વિશ્ર્વ સમક્ષ આગળ ધરી હતી, પણ નવા નાગરિકતા કાયદાથી રાષ્ટ્રની વિદેશ નીતિને અસર થઈ છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો એચેની આસામમાં મોદી સાથેની મંત્રણા મોકુફ રખાઈ હતી. બાંગ્લાદેશના વિદેશ અને ગૃહપ્રધાને પણ તેમની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી. ભારતના મહત્વના ડિપ્લોમેટીક પાર્ટનર અમેરિકાના વિદેશ વિભાગે પણ ભારતને ધાર્મિક લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

આઈઆઈએફએસ સિકયુરીટીસ લીમીટેડ ખાતેના રિસર્ચ હેડ અભિમન્યુ સોફાટના જણાવ્યા મુજબ વિરોધ ગતિ પકડશે તો એની માર્કેટ પર પણ અસર થશે.બીજી બાજુ દિલ્હીની જામીયા મીલીયા તપાસ માંગતા મોદીના રાજકીય વિરોધીઓ એક સાથે આવ્યા છે. નાગરિકતા સુધારા કાયદાએ વિપક્ષને મજબૂત કર્યો છે.


Loading...
Advertisement