SIT ના અહેવાલ બાદ, આખરે બિન સચિવાલય પરિક્ષા રદ કરતી રાજ્ય સરકાર

16 December 2019 07:40 PM
Ahmedabad Education Gujarat
  • SIT ના અહેવાલ બાદ, આખરે બિન સચિવાલય પરિક્ષા રદ કરતી રાજ્ય સરકાર

ગાંધીનગર: SIT નો રિપોર્ટ સરકારે રિવ્યૂ કર્યા બાદ આજે બિન સચિવાલયની પરીક્ષાને રાજ્ય સરકારે રદ કરી છે તેની સતાવાર જાહેરાત ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના SITના રિપોર્ટ સાથે સહમત થઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાઓના હિતમાં આ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ આરોપી પરીક્ષાર્થી ત્રણ વર્ષ સુધી કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહી આપી શકે.

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં 6 લાખ કરતા વધુ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષાના સંદર્ભમાં પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાનું પેપર લીક થવા મામલે રજૂઆત કરી હતી. કેટલાક ક્લાસમાં ગેરરીતિ અને કોપી જેવા કિસ્સાઓ આ જે પરીક્ષાર્થીઓના આગેવાનો યુવરાજ સિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ અને ભાવસિંહ, યુવરાજ ગોહિલ સાથેની સમગ્ર ટીમ હતી તેમના દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.


Loading...
Advertisement