સેન્સેકસ તથા બેંક નિફટી નવી ઉંચાઈ સર્જીને પાછા પડયા: શેરબજારમાં ઉછાળો વેચવાલી

16 December 2019 07:25 PM
Business
  • સેન્સેકસ તથા બેંક નિફટી નવી ઉંચાઈ સર્જીને પાછા પડયા: શેરબજારમાં ઉછાળો વેચવાલી

રાજકોટ તા.16
મુંબઈ શેરબજારમાં આજે સેન્સેકસ તથા બેંક નીફટીમાં નવી ઉંચાઈ સર્જાયા બાદ પીછેહઠ હતી. સેન્સેકસમાં 75 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
શેરબજારમાં આજે શરૂઆત તેજીનાં ટોને થઈ હતી. આર્થિક મંદીનાં કારણને ડીસ્કાઉન્ટ કરી જ દેવાયૂ છે. નાણા સંસ્થાઓની લેવાલીની સારી અસર હતી. વિશ્ર્વ બજારોની તેજી ટેકારૂપ હતી શેરબ્રોકરોનો એવો સુર હતો કે આર્થિક મંદીની ભીંસ સમગ્ર વિશ્ર્વમાં છે છતા વિશ્ર્વબજારો ટોપ પર છે એટલે ભારતીય માર્કેટમાં પણ કોઈ અસર નથી. જોકે હવે મોંઘવારી વધતી હોવાથી તેની અસર આવી શકે છે.
શેરબજારમાં આજે મારૂતી, હિરો મોટો, હિન્દ લીવર, આઈટીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, સનફાર્મા, ટીસ્કો, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, ગ્રાસીમ, અદાણી પોર્ટ, આઈશર મોટર્સ, વોડાફોન, વગેરેમાં ઘટાડો હતો. ઈન્ફોસીસ કોટક બેંક, ટીસીએસ, ટેક મહીન્દ્રા, એચડીએફસી બેંક, ગેઈલ, ઉજજીવન, સ્મોલ ફાઈનાન્સ ઉંચકાયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ આજે પ્રારંભીક કારોબારમાં 41185 ની નવી રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યા બાદ પાછો પડયો હતો. નીચામાં 40917 થઈને 75 પોઈન્ટનાં ઘટાડાથી 40933 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 35 પોઈન્ટ વધીને 12052 હતો.
ઉંચામાં 12134 તથા નીચામાં 12046 હતો બેંક નીફટીએ 32186 ની ઉંચાઈ બનાવી હતી. જયાંથી પાછો પડીને 31979 સાંપડયો હતો.


Loading...
Advertisement