ગુજરાતી ફૂડ ઉત્પાદકો હવે અમેરિકાનાં સેફટી નિયમો અનુસરણ કરશે

16 December 2019 11:50 AM
Ahmedabad Business Gujarat Saurashtra
  • ગુજરાતી ફૂડ ઉત્પાદકો હવે અમેરિકાનાં સેફટી નિયમો અનુસરણ કરશે

ગુજરાત એફડીસીએ અને યુએસએફડીએ વચ્ચે સમજુતી થતાં રાજ્યના ઉત્પાદકો અમેરિકાના ધારાધોરણ પાળશે:અમેરિકી એજન્સીએ 846 ફૂડ ઉત્પાદકો, નિકાસકારોની યાદી બનાવી : કવોલિટી કંટ્રોલ ક્ષેત્રે સહયોગ

ગાંધીનગર : અમેરિકાના ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ-ધારાધોરણોને ધ્યાનમાં રાખી ગુજરાતના ફૂડ ઉત્પાદકો પણ એ ધોરણ અપનાવશે. એક અસામાન્ય હિલચાલરુપે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ ક્ધટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)સાથે સહયોગ કરી સ્થાનિક ફૂડ ઉત્પાદકો અને નિકાસકારોને તાલીમ આપવાનું નક્કી કર્યું છે.
યુએસએફડીએને ગુજરાત 846 ફૂડ ઉત્પાદકો અને નિકાસકારોની યાદી બનાવી છે. આ ઉત્પાદકો યુએસએફડીએ નિશ્ર્ચિત કરેલાં ધારાધોરણોનું પાલન કરશે. દ્વિપક્ષીય સહયોગમાં નોલેજ શેરિંગ, ક્વોલિટી કંટ્રોલ, કેપેસિટી બિલ્ડીંગ અને ઇન્ફોર્મેશન જેવી બાબતો સામેલ છે. યુએસએફડીએનાં પ્રતિનિધિઓ ફૂડ સેફટી, પર્સનલ હાઈજીન, ક્ધસ્ટ્રકશન અને શેરિંગનું ઓડિટ કરશે અને એ પછી ઉત્પાદકોને લાયસન્સ આપી યુએસએનાં ફૂડ આઈટેમ એક્સપોર્ટ કરવા રજિસ્ટર કરાશે.
અમેરિકા ગુજરાતથી તેની 35 ટકા ફૂડ આઈટેમ આયાત કરે છે. લાંબા દરિયાઈતટ અને વિકસી રહેલાં સી ફૂટ ઉદ્યોગનાં કારણે ગુજરાત અમેરિકાનાં સી ફૂડની નિકાસમાં પણ
અગ્રેસર છે. ગુજરાતની મુખ્યત્વે વિવિધ જાતની માછલીની નિકાસ થાય છે.
ગુજરાતનાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર હેમંત કોશિયારે જણાવ્યું હ તું કે ગ્લોબલ રેગ્યુલેટર ત રીકે યુએસએફડીએએ અમેરિકામાં ફૂડ એક્સપોર્ટ માટે બેંચમાર્ક નક્કી કર્યો છે. રાજ્યમાં ફૂડ સેફટીનું સ્તર સુધારવા કરાશે તેમ કેટલાય આઈડિયા અપનાવાશે. અન્ય


Loading...
Advertisement