જીએસટી દર વધશે? કાઉન્સીલની બેઠકમાં તડાફડીનાં એંધાણ

16 December 2019 11:45 AM
Business India
  • જીએસટી દર વધશે? કાઉન્સીલની બેઠકમાં તડાફડીનાં એંધાણ

રાજ્યોના બાકી નાણા મુદ્દે ઘુંઘવાટ: સ્લેબ-દરમાં સંભવિત ફેરફાર મુદ્દે સમગ્ર વેપાર ઉદ્યોગ જગતની મીટ

નવી દિલ્હી તા.16
જીએસટીનાં અમલને અઢી વર્ષ થવા છતાં હજુ વસુલાત સહીતના ક્ષેત્રે અપેક્ષીત પરિણામો આવી શકતા નથી ત્યારે બુધવારે યોજાનારી બેઠકમાં મહત્વીનાં નિર્ણયો થવાની શકયતા છે.જીએસટીનાં સ્લેબ ઘટાડીને કરમુકત ચીજોને ટેકસ જાળમાં લેવાય છે કે કેમ સહીતનાં મુદાઓ પર સમગ્ર વેપાર ઉદ્યોગની નજર છે.
કેન્દ્ર સરકારે જીએસટી વળતર પેટે અંદાજીત 50,000 કરોડ ચુકવ્યા નથી. તે મુદ્દે રાજયોનો આક્રોશ છે. બુધવારે યોજાનારી કાઉન્સીલની બેઠકમાં તે મુદે તડાફડી થઈ શકે છે. આ સિવાય જીએસટીનાં સ્લેબમાં બદલાવ કરવાની સાથોસાથ વિવિધ સ્કીમોનાં ટેકસ કરમાં મોટા ફેરફાર કરવાની દરખાસ્ત છે એટલે તે મુદ્દે પણ વિવાદ થાય તેમ છે. કર વસુલાત અપેક્ષીત ન હોવાના કારણે વસુલાત વધારવા સરકારની પ્રાથમીકતાં ટેકસ સ્લેબમાં બદલાવ કરવા પંજાબ અને કેરળ જેવા રાજયો સહમત છે.પરંતુ અન્ય રાજયો આર્થિક મંદીને આગળ ધરીને આવા હિંમતભર્યા નિર્ણયો કરવાની વિરૂદ્ધમાં છે.
કાઉન્સીલની બેઠક્માં ખાસ ક્ધસેપ્ટ પત્ર રજુ થવાનો છે તેમાં ઓછી કર વસુલાતના કારણો દર્શાવવામાં આવનાર છે, અનેક ચીજોમાં ઓછા દર રાખયાનાં વ્યાપક કરમુકિત આપવામાં આવ્યાની તથા વહિવટી છટકબારી જેવા મુદાઓ રીપોર્ટમાં આગળ ધરવામાં આવ્યા છે.
જીએસટીમાં પાંચ ટકાવાળો સ્લેબ 8 થી 20 ટકા તથા 12 અને 18 ટકાવાળા સ્લેબ વધારીને 20 ટકા કરવાનું સુચન હોવાથી તેવો નિર્ણય થાય છે કે કેમ તેના પર સમગ્ર વેપાર ઉદ્યોગની
નજર છે.

કેન્દ્ર પાસેથી રાજયોએ વળતરનાં નાણા લેવાના છે. તેમાંથી કેટલોક હિસ્સો ભોગવવા રાજયોને જણાવવામાં આવે તેમ છે.


Loading...
Advertisement