કુવાડવા રોડ પરથી નવાગામનો શખ્સ દારૂની 7 બોટલ સાથે ઝડપાયો

14 December 2019 05:56 PM
Rajkot Saurashtra
  • કુવાડવા રોડ પરથી નવાગામનો શખ્સ દારૂની 7 બોટલ સાથે ઝડપાયો

રાજકોટ તા.14
શહેરના જુના કુવાડવા રોડ પર પોલીસ સ્ટેશન પાસે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એમ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ વિરમભાઈ ધગલની ટીમે વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. જે દરમ્યાન નવાગામ તરફથી દારૂ લઈ નીકળેલા બાઈક ચાલક ફારૂક હુસેન સિરાજ (ઉ.20) રહે. નવાગામ આણંદપરની ધરપકડ કરી થેલીમાં રાખેલી ઈંગ્લીશ દારૂની 7 બોટલ કીંમત રૂા.2800 તેમજ એક ફોન કીંમત રૂા.5000 તથા એક બાઈક કીંમત રૂા.25000 મળી કુલ 32800નો મુદામાલ કબજે કર્યો હતો.


Loading...
Advertisement