જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભ-2019ના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો

14 December 2019 05:56 PM
Jamnagar Saurashtra
  • જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભ-2019ના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો
  • જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભ-2019ના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો
  • જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભ-2019ના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો

જામનગર શહેરના કુલ 2857 અને ગ્રામ્ય વિસ્તારના કુલ 2989 ખેલાડીઓના કૌશલ્યને બિરદાવતી રાજ્યસરકાર

જામનગર તા.14
ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ખેલ મહાકુંભ-2019 અંતર્ગત જામનગર જિલ્લા-શહેરકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ તમામ વયજૂથના ખેલાડીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ આજરોજ સવારે 9:00 કલાકે જામ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા-શહેરકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા કુલ 50 ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ આત્મસંરક્ષણના જુડો અને કરાટેના દાવનું નિદર્શન અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
આ સમારોહમાં કુલ 22 રમતના શહેર અને જિલ્લામાંથી ભાગ લીધેલ શહેરના કુલ 2857 અને ગ્રામ્ય વિસ્તારના કુલ 2989 ખેલાડીઓના ખેલ કૌશલ્યને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન સુભાષભાઇ જોશી, જિલ્લા સમાહર્તા રવિશંકર, મ્યુનિ.કમિશનર સતિશ પટેલ, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, ડીઆરડીએ નિયામક રાયજાદા, પ્રાંત અધિકારી શહેર હર્ષવર્ધનસિંહ સોલંકી, યુવા વિકાસ વિકાસ અધિકારીશ્રી નીતા વાળા તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement