SSCની પરીક્ષા માટે રાજકોટ જિલ્લાની 719 શાળાઓના 54277 વિદ્યાર્થીઓના આવેદનપત્રો એપ્રુવલ

14 December 2019 05:53 PM
Rajkot Education Saurashtra
  • SSCની પરીક્ષા માટે રાજકોટ જિલ્લાની 719 શાળાઓના 54277 વિદ્યાર્થીઓના આવેદનપત્રો એપ્રુવલ

305 આવેદનપત્રોની રેકર્ડ આધારિત ચકાસણી કરી કામગીરી પૂર્ણ કરવા આચાર્યોને તાકીદ કરતા શિક્ષણાધિકારી : બોર્ડ પરીક્ષા સંદર્ભે ગુરુવારે ગાંધીનગરમાં બેઠક

રાજકોટ તા. 14
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2020માં લેવાનારી ધો. 10 અને 12ની પરીક્ષા સંદર્ભે અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દીધો છે. આ પરીક્ષાનું સુચારુરુપથી આયોજન થાય તે માટે આગામી તા. 19ને ગુરુવારે બોર્ડ દ્વારા રાજ્યભરનાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીઓની ખાસ બેઠક ગાંધીનગર ખાતે આયોજિત કરેલ છે.
દરમિયાન, રાજકોટ શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી 719 જેટલી માધ્યમિક શાળાઓનાં 54582 જેટલા વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરાયા છે. જો કે આ પરીક્ષાનાં લેઇટ ફી સાથેનાં આવેદનપત્રો આગામી તા. 18 સુધી બોર્ડ સ્વીકારનાર છે.
આ સંદર્ભે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ઉપાધ્યાયે જણાવેલ છે કે રાજકોટ શહેર-જિલ્લામાં માર્ચ-2020માં લેવાનારી ધો. 10ની પરીક્ષાના 54582 વિદ્યાથીઓના ભરાયેલા આવેદનપત્રોમાંથી 54277 આવેદનપત્રો શાળાઓનાં આચાર્ય એકાઉન્ટમાંથી એપ્રુવલ થયા છે.
જ્યારે 305 આવેદનપત્રોની આચાર્ય એકાઉન્ટમાંથી એપ્રુવલ આપવાની હજુ બાકી છે. ત્યારે કોઇ વિદ્યાર્થી આ પરીક્ષાથી વંચિત ન રહે તે માટે રેકર્ડ આધારિત ઉપરોક્ત 305 વિદ્યાર્થીઓનાં આવેદનપત્રની ચકાસણી કરી એપ્રુવલ આપવા આચાર્યોને શિક્ષણાધિકારી ઉપાધ્યાય દ્વારા ટકોર કરવામાં આવી છે.


Loading...
Advertisement