સુરેન્દ્રનગર જિલ્લાના હત્યાના ગુનામાં અઢી વર્ષથી નાસતા ફરતા કેદીને પકડી પાડતી ફર્લો સ્કવોડ

14 December 2019 05:51 PM
Jamnagar Crime Saurashtra
  • સુરેન્દ્રનગર જિલ્લાના હત્યાના ગુનામાં અઢી વર્ષથી નાસતા ફરતા કેદીને પકડી પાડતી ફર્લો સ્કવોડ

વચગાળાના જમીન મેળવી ફરાર થયો હતો: રાજકોટમાંથી આરોપીને દબોચી લીધો

જામનગર તા. 14
જામનગર પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટમાંથી સુરેન્દ્રનગરના મર્ડરમાં સંડોવાયેલ અને અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પડયો છે. આરોપી સામે જોરાવરનગરમાં નોંધાયેલ હત્યાના ગુના બાદ વચગાળાના જામીન મેળવી આરોપી પરત ફર્યો ન હતો. આરોપીની ધરપકડ કરી જામનગર પોલીસે સુરેન્દ્રનગર પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જીલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વે હત્યા પ્રકરણની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં જામનગરના પુનીત નગર વિસ્તારમાં રહેતા અર્જુનસિંહ શિવુભા જાડેજા નામના સખ્સની સંડોવણી ખુલવા પામી હતી જેને લઈને પોલીસે જે તે સમયે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાયદાકીય કાર્યવાહી હાથ ધર્યા બાદ પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો દરમિયાન આરોપી કોર્ટ વાટેથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. અઢી વરસ પૂર્વે જ ફરાર થઇ ગયા બાદ આ સખ્સ રાજકોટમાં બોમ્બે આવસ ભીમનગર વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે પેરોલ ફર્લો સ્કવોડે ગઈ કાલે રાજકોટ પહોચી ભીમનગર વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી ફર્લો સ્કવોડના પીએસઆઈ જે.આર.કારોત્રા સહિતના સ્ટાફે પાર પાડી હતી.


Loading...
Advertisement