ભારતીય અર્થતંત્ર મહામંદી ભણી: આઈસીયુની સ્થિતિ: અરવિંદ સુબ્રમણ્યમ

14 December 2019 05:07 PM
Business India
  • ભારતીય અર્થતંત્ર મહામંદી ભણી: આઈસીયુની સ્થિતિ: અરવિંદ સુબ્રમણ્યમ

નોટબંધી પુર્વેના ભરપુર ધિરાણ અને નોટબંધી બાદની રીયલ એસ્ટેટને જંગી લોન આજે અર્થતંત્રને ખાઈ રહી છે : મોદી સરકારમાં પાંચ વર્ષ આર્થિક સલાહકાર રહી ચૂકેલા હાર્વર્ડના પ્રોફેસરે સ્પષ્ટ ચેતવણી આપી: અર્થતંત્રને ગહન સારસંભાળની જરૂર

નવી દિલ્હી તા.14
દેશમાં અર્થતંત્રની હાલત અંગે કેન્દ્રની મોદી સરકારને ફરી એક વખત ચેતવણી આપતા પુર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મોટી મંદી તરફ આગળ ધકેલાઈ રહી છે અને દેશનું અર્થતંત્ર આઈસીયુમાં જઈ રહ્યું છે. મોદી સરકારમાં પાંચ વર્ષ મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કામ કરનાર અને હાલ અમેરિકાની હાર્વડ યુનિ.માં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહેલ ડો. સુબ્રમણ્યમે સમસ્યા પર ધ્યાન કેન્દ્રીત કરતા કહ્યું કે ડબલ બેલેન્સસીટની સમસ્યાની કિંમત ભારત ચૂકવી રહ્યું છે. ટવીન બેલેન્સસીટની બીજી લહેરનો સામનો ભારત કરી રહ્યો છે તે કોઈ સામાન્ય મંદી નથી પણ મહામંદી છે.

અર્થવ્યવસ્થાને અત્યંત ઉંડી સારવારની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રથમ 2004 થી 2011 વચ્ચેનું છે. જે સમયે ભારતમાં મૂડીરોકાણ પુરજોશમાં હતું. બેન્કો, સ્ટીલ કંપનીઓ, વિજળી ક્ષેત્ર ને બેન્કોએ ભારે ધિરાણ આપ્યું જયારે બીજી સમસ્યા કે બીજુ બેલેન્સસીટ નોટબંધી બાદનું છે. જેમાં નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ અને રિયલ એસ્ટેટ ફર્મ છે. નોટબંધી બાદ મોટી સંખ્યામાં રોકડ બેન્કોમાં ગઈ જેનો હિસ્સો નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓને આપવામાં આવ્યો. જેણે આ રકમ રીયલ એસ્ટેટમાં લગાવી અને હાલ પાંચ લાખ કરોડની રકમ રીયલ એસ્ટેટમાં બાકી છે જેમાં મોટી રકમ નોન બેન્કિંગ ફાયનાન્સની છે. તેઓએ કહ્યું કે સપ્ટેમ્બર 2018માં આઈએલ એન્ડ એફએસ નુ ડુબવુ એક સૌથી મોટી ચેતવણી હતી અને રૂા.90 હજાર કરોડની રકમ ડુબી.


Loading...
Advertisement