સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે સ્વામિ વિવેકાનંદ કિવઝ કોમ્પિટીશન યોજાઈ

14 December 2019 03:19 PM
Surendaranagar Education Saurashtra
  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે સ્વામિ વિવેકાનંદ કિવઝ કોમ્પિટીશન યોજાઈ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.14
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે સ્વામિ વિવેકાનંદ કિવઝ કોમ્પીટીશન યોજવામાં આવી હતી. શાળાના ધોરણ 11 અને 12ના 100 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. શાળાના શિક્ષક વારિસભાઈ ભટ્ટાએ વિદ્યાર્થીઓને પરીક્ષાનું માર્ગદર્શન આપ્યું હતું. કિવઝ કોમ્પીટીશનને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક રાજુભાઈ ડોડીયા, સી.ડી. પટેલ, શકિતભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં છે. 11ના વિદ્યાર્થીઓ બોસીયા કૈલાશ કે.એ 45 ગુણ સાથે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

બધા જ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને શાળાના આચાર્ય આર.એન. પ્રજાપતીએ શુભ કામનાઓ પાઠવી હતી.


Loading...
Advertisement