શિક્ષકોની ઓનલાઈન હાજરીનો ફતવો ખાનગી શાળાઓની સ્વાયતતા પર તરાપ સમાન: સોમવારે શિક્ષણ સચીવને રજુઆત

13 December 2019 07:50 PM
Rajkot Education Gujarat
  • શિક્ષકોની ઓનલાઈન હાજરીનો ફતવો ખાનગી શાળાઓની સ્વાયતતા પર તરાપ સમાન: સોમવારે શિક્ષણ સચીવને રજુઆત

રાજયભરમાંથી શાળા સંચાલકો ગાંધીનગર ઉમટી પડશે: મહામંડળની ખાસ બેઠક

રાજકોટ તા.13
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની સાથે હવે ખાનગી (સ્વનિર્ભર) શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો માટે પણ ઓનલાઈન હાજરીના બહાર પડાયેલા ફતવા સામે રાજકોટ સહિત રાજયભરની ખાનગી શાળાઓના સંચાલકોમાં ભારે વિરોધ ઉઠયા બાદ હવે આ મામલે આગામી તા.16ને સોમવારે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા રાજયના શિક્ષણ વિભાગના સચીવ વિનોદ રાવને રજુઆત કરવામાં આવનાર છે.
જેમાં રાજકોટ સહિત રાજયભરમાંથી ખાનગી શાળાઓના સંચાલકો ઉમટી પડનાર છે. ખાનગી શાળાઓના શિક્ષકોની ઓનલાઈન હાજરીનો આ ફતવો ખાનગી શાળાઓની સ્વાયતતા પર તરાપ મારવા સમાન ગણાવેલ છે.
આ તકે ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તાકીદની ખાસ બેઠક પણ ગાંધીનગર ખાતે તા.16ને સોમવારના બપોરના 1થી3 કલાક દરમિયાન ત્રિપલા સિંગાપોર ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે આયોજીત કરવામાં આવેલ છે.જેમાં શિક્ષણ વિભાગના કેટલાક પરિપત્રો તેમજ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ સંદર્ભે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારોએ જણાવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓ સરકારની ગ્રાન્ટ લેતી નથી. સરકારી શાળાઓના નિયમો સ્વનિર્ભર શાળાઓ પર લાદવા યોગ્ય નથી. અગાઉ વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીમાં સંચાલકોએ સહમતી આપેલ હતી.
પરંતુ સ્વનિર્ભર શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પર શાળા સંચાલકોનું સીધુ મોનીટરીંગ અને દેખરેખ રહેતી હોય ખાનગી શાળાઓના શિક્ષકો માટે ઓનલાઈન હાજરીનો નિયમ લાગુ પાડવો યોગ્ય નથી. આ ફતવા સાથે રાજયભરના ખાનગી ળા સંચાલકોએ વિરોધ નોંધાવેલ છે.


Loading...
Advertisement