અર્થતંત્ર માટે હજુ મુશ્કેલ સમય: ઔદ્યોગીક ઉત્પાદન ત્રીજા મહીને ઘટયુ

13 December 2019 11:51 AM
Business India
  • અર્થતંત્ર માટે હજુ મુશ્કેલ સમય: ઔદ્યોગીક ઉત્પાદન ત્રીજા મહીને ઘટયુ

ખાદ્ય ફુગાવો 6 વર્ષ બાદ પ્રથમ વખત બે આંકડે 10 ટકા

નવી દિલ્હી તા.13
આર્થિક સ્લોડાઉન-મંદીની હાલત વચ્ચે દેશમાં ઔદ્યોગીક ઉત્પાદનમાં સતત ત્રીજા મહીને ઘટાડો નોંધાયો છે. ઉત્પાદન ક્ષેત્રના નબળા પરફોર્મન્સનુ આ પરિણામ છે.
નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડાઓના આધારે આવતા દિવસોમાં અર્થતંત્ર હજુ વધુ ચિંતા કરાવે-પીડા એવે તેવા સંકેતો ઉઠે છે.
આંકડાકીય રિપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે ઓકટોબરમાં ઔદ્યોગીક ઉત્પાદન આંક 3.8 ટકા નોંધાયો છે તે ગત મહિને 4.3 ટકા હતા. ઓકટોબર 2018માં તે 8.4 ટકા હતા. માઈનીંગ ઉત્પાદન તથા ઉર્જા સહિતના ક્ષેત્રોમાં વિકાસદર નીચો આવ્યો છે.
ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃતિ માટેના મહત્વના એવા કેપીટલ ગુડઝ ક્ષેત્રનો નવેમ્બરનો ઉત્પાદન વૃદ્ધિદર 21.9 ટકા નીચો આવ્યો છે. ગત મહિનામાં 16.9 યકા હતો. સતત 10માં મહિને ઉત્પાદનદર ઘટયો છે અને સાત વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.
નવેમ્બર મહિનામાં ક્ધઝયુમર ડયુરેબલ ક્ષેત્રનો ઘટાડા દર 18 ટકા હતો તે ઓકટોબર 2018માં 17.4 ટકા હતો. વપરાશી-રીટેઈલ ડીમાંડ ઓછી હોવાનું સાબીતીરૂપ છે. અર્થશાસ્ત્રીઓ, જો કે, એવો દાવો કરી રહ્યા છે કે એવતા દિવસોમાં અર્થતંત્રમાં સળવળાટ દેખાશે. વર્ષ દરમ્યાન ઔદ્યોગીક ઉત્પાદન વિકાસદર ચાર ટકા રહેવાનો અંદાજ છે. નવેમ્બર મહિનાનો રીટેઈલ ફુગાવો પણ સતત ત્રીજા મહીને વધીને 5.5 ટકાએ પહોંચ્યો છે. ગત મહિને 4.6 ટકા હતા. ખાદ્યચીજોનો ભાવાંક 10 ટકા થયો છે તે ગત મહિને 7.9 ટકા હતો. છ વર્ષમાં પ્રથમ વખત ખાદ્યચીજોનો ફુગાવો બે આંકડે આવ્યો છે. છેલ્લે ડિસેમ્બર 2013માં આવો ઉંચો હતો.


Loading...
Advertisement