રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો :બપોર બાદ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

12 December 2019 08:09 PM
Rajkot Saurashtra

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે પલ્ટો જોવા મળ્યો છે. રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા. કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. ચોમાસું પાકની જેમ શિયાળુ પાક પણ ધોવાતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે


Loading...
Advertisement