રેવન્યુ સચિવ સાથેની મંત્રણા નિષ્ફળ : હડતાળ યથાવત : C.M.ની મધ્યસ્થીની માંગ

12 December 2019 07:38 PM
Rajkot Gujarat
  • રેવન્યુ સચિવ સાથેની મંત્રણા નિષ્ફળ : હડતાળ યથાવત : C.M.ની મધ્યસ્થીની માંગ
  • રેવન્યુ સચિવ સાથેની મંત્રણા નિષ્ફળ : હડતાળ યથાવત : C.M.ની મધ્યસ્થીની માંગ
  • રેવન્યુ સચિવ સાથેની મંત્રણા નિષ્ફળ : હડતાળ યથાવત : C.M.ની મધ્યસ્થીની માંગ
  • રેવન્યુ સચિવ સાથેની મંત્રણા નિષ્ફળ : હડતાળ યથાવત : C.M.ની મધ્યસ્થીની માંગ

રાજકોટ સહિત રાજ્યભરમાં મહેસુલી કર્મચારીઓની ગાંધીનગરમાં વિશાળ રેલી : જાહેરસભા

ગાંધીનગર ખાતે આજે મહેસુલી કર્મચારીઓની હડતાળના ચોથા દિવસે રાજકોટ સહિત રાજ્યભરનાં તમામ જિલ્લાઓમાંથી 10,000થી વધારે મહેસુલી કર્મચારીઓ ઉમટી પડ્યા હતાં. કર્મચારીઓએ રોષભેર રેલી યોજી ધરણા ને સૂત્રોચ્ચાર કર્યા હતા બાદમાં મહેસુલ સચિવ પંકજકુમારને પાંચ આગેવાનોએ રુબરુ મળી પોતાની માંગ ઉઠાવતું આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ મહેસુલી કર્મચારીઓના પ્રશ્ર્નો પ્રત્યે કોઇ નક્કર નિર્ણય આવ્યો ન હોય કર્મચારી આગેવાનોએ હડતાળ યથાવત રાખી હતી. રજૂઆત બાદ વિશાળ જાહેરસભામાં કર્મચારી આગેવાનોએ પોતાની માંગ સંદર્ભે મુખ્યમંત્રીને રુબપરુ મળી રજૂઆત કરવાની વાત દોહરાવી હતી અને જ્યાં સુધી મુખ્યમંત્રીને રુબરુ રજૂઆત ન કરે ત્યાં સુધી રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. સાથેસાથે મુખ્યમંત્રી જ્યારે સમય આપે ત્યારે રુબરુ મળી કર્મચારીઓના પ્રશ્ર્ને રજૂઆત કરવામાં આવશે તેવું ગુજરાત રાજ્ય મહેસુલ કર્મચારી મહામંડળના પ્રમુખ વિરમભાઈ દેસાઈએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટ સહિત રાજ્યભરના મહેસુલી કર્મચારીઓએ રેવન્યુ કામગીરી ખોરવી નાખી છે. મહેસુલી કર્મચારીઓની હડતાળનાં આજે ચોથા દિવસે ગાંધીનગરમાં ઘ-3 રોડથી વિરાટ રોષપૂર્ણ રેલી યોજી હતી અને મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને આવેદનપત્ર આપી સભાગ્રહ છાવણીએ વિશાળ જાહેર સભા યોજી હતી. આ જાહેરસભામાં સરકાર માંગણી નહિ સ્વીકારે તો હડતાળ વધુ જલદ બનાવવાનો નિર્ણય કરી વધુ આક્રમક કાર્યક્રમ આપવાની જાહેરાત ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ વિરમભાઈ દેસાઈએ કરી હતી. રાજકોટ સહિત રાજ્યભરના મહેસુલી કર્મચારીઓએ આજે પોતાની માંગણીના સમર્થનમાં હડતાળમાં અપાયેલ કાર્યક્રમ મુજબ ગાંધીનગર ખાતે એક વિશાળ રેલી યોજી હતી. ઘ-0 થી ઘ-3 સુધીના ચાર કિ.મી. રોડ પર મહેસુલી કર્મચારીઓની રેલી યોજાઈ હતી. જેમાં દસેક હજાર કર્મચારીઓ જોડાયા હોવાનો દાવો વિરમ દેસાઈએ કર્યો હતો. રેલીએ મુખ્યમંત્રી-મહેસુલમંત્રીને રજૂઆત કરી હતી.
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અપાયેલા બે મુદતી હડતાળના એલાનને પગલે આજે સતત ચોથા દિવસે કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા અન્ે કલેક્ટર કચેરી સામે ધરણા યોજીને માગ પૂરી કરવા સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર દ્વારા પડતર માગણીઓ સંદર્ભે કોઇ હકારાત્મક વલણ ન અપનાવતાં મહેસુલી કર્મચારીઓની ગાંધીનગરમાં મહારેલી કરી હતી.જેમાં રાજકોટ જિલ્લાનાં 180 કર્મચારીઓ સહિત રાજ્યનાં દરેક જિલ્લામાંથી પ્રમુખ અને કર્મચારીઓ ગાંધીનગર રવાના થયા હતા અને મુખ્યમંત્રી તથા મહેસુલી મંત્રીને રજૂઆત કરી હતી. મહેસુલી કર્મચારીઓની હડતાળનાં પગલે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકે રાશનકાર્ડ સહિતની વહીવટી કામગીરી ખોરવાઈ રહી છે અને અરજદારોને ધક્કા થઇ રહ્યા છે. રાશનકાર્ડ માટે તંત્ર દ્વારા કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ન કરાતા કાર્ડધારકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો અને દેખાવો યોજાયા હતાં.
રાજકોટ જિલ્લામાં મહેસુલી કર્મચારીઓની હડતાળને પગલે રાજકોટ બાર એસોસિએશન અને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પેન્શનર સમાજ દ્વારા પણ કલેક્ટરની મુલાકાત લેવામાં આવી હતી. મોરબી તાલુકા સરપંચ એસો. દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ તલાટીને તલાટી કમ મંત્રીમાં મર્જ કરવા માગ કરવામાં આવી છે.
જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા આજે લાલબંગલા સંકુલના પટાંગણમાં ખુરશી પર બેસીને ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રામધૂન બોલાવી હતી. મૂળી તાલુકા રેવન્યુ કર્મચારીઓ સુમસામ ભાસી રહી છે. મૂળી સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોનાં કામો ઇધરા જાતિ સહિત દાખલા પુરવઠા જનસેવાના કામો અટકી પડતાં લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આ અંગે મૂળી નાયબ મામલતદાર ખાચરે જણાવ્યું હતું કે, પ્રમોશન, સાતમા પગારપંચ સહિતની વિવધિ માગણીઓ ઉકેલવામાં આવી ન હોવાથી ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડી રહ્યું છે.
વેરાવળમાં જિલ્લા મથકે સરકારનું પ્રતિનિધિત્વ કરતા મહેસુલી તંત્રનાં જ કર્મચારી હડતાળ ઉપર જતાં મહેસુલી તંત્રનાં ભાગ એવા મહેસુલી તલાટીઓએ કામગીરી સંભાળી લઇ વહીવટી તંત્રને ખોરંભે પડતું અટકાવી દઇ હડતાળની અસર થવા દીધી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસુલ મહામંડળ તેમજ પંચાયત મંત્રી મંડળના મુદ્દા મહેસુલી તલાટીને પંચાયત મંત્રી સાથે મર્જ કરવાની વાતથી મહેસુલી તલાટી પણ નારાજ છે.તેમ છતાં તેઓએ કામગીરી બંધ કરી નથી કે હડતાળ કરી નથી અને મહેસુલી તલાટીની કેડર અંગે વિવિધ મંડળની મર્જ કરવાની તથા પ્રમોશન ન આપવાની માંગણી તદ્દન ગેરવ્યાજબી તેમજ ખોટી જણાય આવે છે તેમ મહેસુલી તલાટીઓની લાગણી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement