રાજયના પ્રોફેશનલ અભ્યાસક્રમમાં મેનેજમેન્ટ કવોટા હવે 50% કરાયો

12 December 2019 07:02 PM
Ahmedabad Education Gujarat
  • રાજયના પ્રોફેશનલ અભ્યાસક્રમમાં મેનેજમેન્ટ કવોટા હવે 50% કરાયો

ખાલી રહેલી બેઠકો ભરવા કોલેજ ઈન્સ્ટીટયુટને હવે કવાયત કરવી પડશે : 15% એનઆરઆઈ- 35% મેનેજમેન્ટ કવોટા

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં વિદ્યાર્થીઓનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રીશ્રીએ પ્રોફેશનલ અભ્યાકક્રમોમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની મર્યાદા 25 ટકાથી વધારીને 50 ટકા કરવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. આ મેનેજમેન્ટ ક્વોટામાં એનઆરઆઈ સહિતના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને અનુદાનિત સંસ્થાની તમામ એટલે કે 100 ટકા બેઠકો સરકારી બેઠકો તરીકેની જોગવાઈ છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની સંખ્યા માટે જોગવાઈ 50 ટકા કરવામાં આવી છે. જેમાં, સ્વનિર્ભર સંસ્થાઓ/ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં પ્રથમવાર 15 ટકા બેઠકો સહિત ઓલ ઈન્ડિયાનાં ધોરણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓનો અને વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતાં લાયકાત ધરાવતાં વિધાર્થીઓની સામે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા વધારે છે. ડિગ્રી ઈજનેરીમાં અંદાજે 73000 બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે ગુજરાતમાં દર વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની એ-ગ્રુપની પરીક્ષામાં સરેરાશ 40000 વિદ્યાર્થીઓ પાસ થાય છે જેથી લગભગ 50 ટકા બેઠકો પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉથી જ ખાલી રહે છે. રાજયમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં સ્વનિર્ભર સંસ્થાઓની હાલની મેનેજમેન્ટ કવોટાની 25 ટકા બેઠકો ભરવાની જોગવાઈ છે તેમ છતાં ખાનગી સંસ્થાઓમાં અંદાજે 50 ટકા જેટલી બેઠકો છેલ્લા થોડા વર્ષોથી ભરાતી નથી. જેના પરિણામે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની હાલની જોગવાઈ 50 ટકા કરવાથી સ્વનિર્ભર સંસ્થાઓ, ખાનગી યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડથી જ એનઆરઆઈ તેમજ ગુજરાત બહારના વિધાર્થીઓ મેનેજમેન્ટ ક્વોટામાં અરજી કરી શકશે. આ સંખ્યા વધવાથી વધુ સંખ્યામાં આ ખાલી રહેતી બેઠકો ભરી શકાશે.


Loading...
Advertisement