અમદાવાદ સાયન્સ સીટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેશ સાયન્સ ગેલેરીનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન

12 December 2019 06:55 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ સાયન્સ સીટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેશ સાયન્સ ગેલેરીનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન
  • અમદાવાદ સાયન્સ સીટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેશ સાયન્સ ગેલેરીનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન

અવકાશ વિજ્ઞાનને સમજવા માંગતા જીજ્ઞાસુઓને ગેલેરી ઉપયોગી નિવડશે

અમદાવાદ તા.12
અમદાવાદના સાયન્સ સીટી ખાતે 16,000 ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરીનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે આ ગેલરીનું ભૂમિપૂજન કર્યું હતું.
વૈજ્ઞાનિક રસરૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ અને યુવાનો બ્રહ્માંડની ઉત્પતિ અને તેના વિકાસ અંગે જાણવામાં ઘણો ઉત્સાહ ધરાવતા હોય છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હાલ એસ્ટ્રોફિઝીક્સ, કોસ્મોલોજી, સોલર સીસ્ટમ અને આઉટર સ્પેસ અંગે જાણવા માટે સંશોધનો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના આંગણે આકાર લેનારી આ અત્યાધુનિક ગેલરી રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત સૌ કોઈ માટે વિજ્ઞાનના કોયડાઓ સમજવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગેલરીની વિશેષતાઓ:
એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરીને પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એમ ત્રણ ઝોનમાં વિભાજીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ ભાગ અનુક્રમે બ્રહ્માંડના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યની ઝાંખી કરાવશે.
આ ગેલરીમાં અવકાશને સમજવાના માણસજાતના પ્રારંભિક પ્રયાસોથી લઈને આજ સુધીનો ઈતિહાસ જોઈ શકાશે. હજારો વર્ષ પહેલાં અવકાશમાં કુતુહલપૂર્વક નરી આંખે જોવાથી લઈને આજના ટેલિસ્કોપ અને સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા અવકાશને સમજવાની સમગ્ર સફર તથા આ ગેલરીમાં હાલના ડિજીટલ યુગમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની ઝાંખી મળશે. રોકેટ્સ, લોન્ચ વ્હીકલ્સ, સેટેલાઈટ્સ દ્વારા અવકાશને જાણવાના પ્રયાસોની ઝલક સાથે આવનારા સમયમાં અવકાશ વિજ્ઞાન અંગે થનારા સંભવિત સંશોધનોની ઝાંખી મળશે.
આધુનિક વી.આર એક્ટિવિટીઝ દ્વારા મનોરંજક રીતે બ્રહ્માંડ અને અવકાશનું જ્ઞાન અહીં મેળવી શકાશે. સ્પેસ એક્સ્પ્લોરેશન, બીગ બેંગ, સ્પેસ વોક, ચંદ્ર અને મંગળનું એક્સ્પ્લોરેશન, એસ્ટ્રોનોટ સ્ટીમ્યુલેશન જેવી થીમ અહીં રાખવામાં આવશે.
4-ડી / 5-ડી થિયેટરમાં રાઈડ સ્ટીમ્યુલેશન દ્વારા અવકાશી સફરનો રોમાંચક અનુભવ કરી શકાશે. તેમજ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સના સિદ્ધાંતોને જાણી શકાશે.
બિલ્ડીંગના છતના ભાગે ડોમ આકારનો મોટો ટેલિસ્કોપ ઈન્સ્ટોલ કરીને આ સમગ્ર જગ્યા અભ્યાસુઓ માટે એક વેધશાળા બને તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જેના લીધે મુલાકાતીઓ રાત્રિના સમયે અવકાશને નિહાળવાનો અદભુત અનુભવ લઈ શકશે.


Loading...
Advertisement