રેવન્યુ કર્મચારીઓની હડતાળમાં કિસાનો, ધારાસભ્યોનો સહકાર મંગાશે : વિરમ દેસાઇ

12 December 2019 06:49 PM
Ahmedabad Gujarat
  • રેવન્યુ કર્મચારીઓની હડતાળમાં કિસાનો, ધારાસભ્યોનો સહકાર મંગાશે : વિરમ દેસાઇ

કામગીરી ખોરવાયાનો દાવો : તમામ ગામના સરપંચો પણ સાથે આપે તેવી પ્રમુખની અપીલ

ગાંધીનગર તા.12
રાજ્યમાં મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વણ ઉકેલાયેલા 18 જેટલા મુદ્દાઓને લઈને છેલ્લા ચાર દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ બાદ આજે મહારેલી તેમજ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ રાજ્ય સરકારને મહા મંડળના પ્રતિનિધિ દ્વારા 18 મુદ્દાઓનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જોકે સરકાર વતી અધિકારી કમલ શાહે આવેદનપત્ર સ્વીકારી ને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પહોંચાડશે તેવી ખાતરી આપી હતી.
આ અંગે પ્રતિભાવ વ્યકત કરતાં મંડળના પ્રમુખ વિરમભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે આજે સરકાર સમક્ષ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવી છે. પરંતુ અમારી આ હડતાળ હજુ પણ ચાલુ છે. તમારી હડતાલથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તેવો પ્રશ્ન કરતાં વિરમભાઇ દેસાઈ એ અપીલ કરી હતી કે અમારી આ લડાઈ માં ખેડૂતો અને તમામ નાગરિકો અમને સહકાર આપે અરે આ લડાઈ લડવા માટે દરેક ગામના ગ્રામ પંચાયત પ્રમુખ સરપંચ ધારાસભ્યોને પણ જાણ કરી છે અને સહકાર માંગ્યો છે પરંતુ આજે સરકાર અમારી વેદના સાંભળતી નથી એટલે રાજ્યમાં મહેસૂલી કામગીરી સંપૂર્ણ ઠપ્પ થઇ ગઇ છે અને હજુ પણ નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.


Loading...
Advertisement