ઈન્કમટેકસમાં પ્રથમ વખત ‘ગુજરાતી’ ચીફ કમીશ્નર: રાજકોટથી જ કારકિર્દી શરૂ કરી હતી

12 December 2019 05:58 PM
Rajkot Saurashtra
  • ઈન્કમટેકસમાં પ્રથમ વખત ‘ગુજરાતી’ ચીફ કમીશ્નર: રાજકોટથી જ કારકિર્દી શરૂ કરી હતી

રાજકોટમાં ચીફ ઈન્કમટેકસ કમિશ્નર તરીકે રવિન્દ્રકુમાર પટેલની નિયુક્તિ બાદ તેઓએ ગત સપ્તાહમાં જ ચાર્જ સંભાળી લીધો હતો. 1987ની બેચના પટેલ ગુજરાતી છે. માત્ર રાજકોટ જ નહીં.અ સમગ્ર ગુજરાતના ઈન્કમટેકસમાં ચીફ કમિશ્નર તરીકે ગુજરાતી અધિકારી નિયુક્ત થયા હોવાની પ્રથમ ઘટના છે. રસપ્રદ વાત એ છે કે ઈન્કમટેકસમાં તેઓએ રાજકોટથી જ કારકિર્દી શરૂ કરી હતી. 1989માં આસીસ્ટન્ટ કમિશ્નર હતા. ત્યારબાદ પુન: સહિતના અનેક શહેરોમાં ફરજ બજાવી છે અને હવે રાજકોટમાં ચીફ કમિશ્નર પદે નિયુક્તિ પામ્યા છે.

રાજકોટ આવકવેરામાં સ્ટાફની 40 ટકા ઘટ
સરકારી વિભાગોમાં નિયત મહેકમ કરતા સ્ટાફની ખેંચ જ હોય છે. રાજકોટ ઈન્કમટેકસ માં પણ 40 ટકા જગ્યાઓ ખાલી છે તેમાં પ્રિન્સીપાલ કમિશ્ર્નર, આસીસ્ટંટ કમિશ્ર્નરો, ઈન્કમટેકસ ઓફીસર જેવા કક્ષાના અધિકારીઓની જગ્યાઓનો પણ સમાવેશ થાય છે. સ્ટાફની ઘટને કારણે વિવિધ કામગીરીમાં અસર થવાનું સ્વાભાવિક છે.


Loading...
Advertisement