અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર અંકુશ: આવકવેરા કચેરીના 3 માંથી 2 દરવાજા ‘બંધ’

12 December 2019 05:52 PM
Rajkot Saurashtra
  • અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર અંકુશ: આવકવેરા કચેરીના 3 માંથી 2 દરવાજા ‘બંધ’

રાજકોટ આવકવેરાના નવનિયુક્ત ચીફ કમિશ્નર રવિન્દ્રકુમાર પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ સપાટો બોલાવ્યો હોય તેમ કચેરીના ત્રણમાંથી બે દરવાજા બંધ કરાવી દીધા હતા અને માત્ર એક મુખ્ય દરવાજા પરથી જ આવનજાવનની સૂચના આપવામાં આવી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે નોટીસ-એસેસમેન્ટ સહિતની મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે. કરદાતાઓને આવવાની જરૂર જ નથી. કરદાતાઓના નામે અનઅધિકૃત વ્યક્તિઓ મુખ્ય દરવાજાના બદલે અન્ય ગેઈટ પરથી શંકાસ્પદ રીતે આવનજાવન ન કરે તે હેતુસર આ પગલુ લેવાયુ છે તેમાં કોઈ વિરોધનું કે અન્ય કોઈ કારણ રહેતુ નથી. અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર અંકુશ માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.


Loading...
Advertisement