માત્ર મેયરના વોર્ડમાં ડામર રોડનું ચેકીંગ! અન્ય જગ્યાએ ઢાંકપીછોડા?

12 December 2019 05:43 PM
Rajkot Saurashtra
  • માત્ર મેયરના વોર્ડમાં ડામર રોડનું ચેકીંગ! અન્ય જગ્યાએ ઢાંકપીછોડા?

કોઈ દંડ કરાયો નથી: તપાસ માંગતા આસવાણી-ઝાલા

રાજકોટ તા.12
વોર્ડ નં.3ના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી સીનીયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવકતા શહેર કોંગ્રેસ)ની સંયુકત યાદી મુજબ ગત વર્ષે 51 કરોડના રસ્તાઓ ભાંગી ગયા છે અને આ રસ્તાની વિજીલન્સ તપાસ કરવા અંગે તા.3/10થી પત્રક્રમાંક (કમિશ્નર વિભાગ)ના 158થી લેખીત ફરીયાદ કરવા છતા આજે કમિશ્નર બ્રાંચમાં રજીસ્ટર્ડમાં તપાસ કરતા આ પત્ર આજે પણ હજુ અઢી મહિના પછી પણ કમિશ્નરપાસે હોવાનું જાણવા મળેલ છે. અમદાવાદમાં રસ્તાની તપાસ દરમ્યાન કસુરવાન ઈજનેરોને 10 લાખનો દંડ અને ઈન્ક્રીમેન્ટ અટકાવવા કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરી નવા રસ્તા પણ બનાવાયા છે.
વધુમાં શહેરમાં લેખીત રજુઆત બાદ ભાંગેલા અડધા કરોડના રસ્તાની તપાસ કરવાની માંગ કમિશ્નરે કચરા પેટીમાં પધરાવી દેતા આ અંગે સોમવારે કમિશ્નરનો જવાબ મંગો.
કમિશ્નરને મેયરના વોર્ડમાં નબળુ કામ કરનારની સામે કાર્યવાહી પણ નબળી કરી છે કારણ કે ડામર કામ કરનાર ઉદય ક્નસ્ટ્રકશનને સ્વ ખર્ચે ડામર કરવા આદેશ કર્યો છે પરંતુ કોઈ પેનલ્ટી કરી નથી એટલે ભ્રષ્ટાચાર છાવરવાનો પ્રયાસ છે અને નબળા કામને કારણે લોકોને જે હાલાકી 6 મહિના ભોગવવી પડી તેનું શું? તેમ અંતમાં આસવાણી-ઝાલાએ જણાવ્યું છે.


Loading...
Advertisement