વેરા સમાધાન યોજનાથી મોરબીના સિરામીક ઉદ્યોગને 1800 કરોડનો લાભ

12 December 2019 12:45 PM
Morbi Business Gujarat Saurashtra
  • વેરા સમાધાન યોજનાથી મોરબીના સિરામીક ઉદ્યોગને 1800 કરોડનો લાભ
  • વેરા સમાધાન યોજનાથી મોરબીના સિરામીક ઉદ્યોગને 1800 કરોડનો લાભ

2500 કરોડમાંથી માત્ર 700 કરોડ ભરવાના થશે : સીજીએસટી ઉદ્યોગકારો, ચેમ્બરની હાજરીમાં સેમિનાર યોજાયો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.12
‘વેરા સમાધાન યોજના -2019’ વધુમાં વધુ અસરકારક બની રહે તે માટે સરકાર દ્વારા તેને સરળ બનાવવામાં આવેલ છે તેમ છતાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને તેની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે ગઈકાલે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે ‘વેરા સમાધાન યોજના -2019’ની માહિતી આપવા એક સેમીનાર રાખવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓ દ્વારા ઉધ્યોગ્કારોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ વેરા સમાધાન યોજનાનો લાભ લેવાથી સરકારને જેટલી આવક થશે તેના કરતા ત્રણ ગણો ફાયદો મોરબીને થવાનો છે એટલે કે તમામ કરદાતાઓ દ્વારા આ યોજનામાં રૂપિયા ભરવામાં આવે તો સરકારની તિજોરીમાં માત્ર 600થી 700 કરોડ રૂપિયા જ જવાના છે. મોરબીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ તેમજ વેપારીઓને કુલ મળીને 1800 કરોડ જેટલો ફાયદો થશે તેવું અધિકારીએ જણાવ્યું છે.

ગુજરાત સરકારે સેલ્સટેક્સ, વેટ, એન્ટ્રી ટેક્સ સહિતના જૂના કાયદા હેઠળના પેન્ડિંગ અને લિટિગેશનના કેસોના નિકાલ માટે ‘વેરા સમાધાન યોજના -2019’ જાહેર કરી છે. કેમ કે, હજારોની સંખ્યામાં રાજ્યમાં ફાઈલો પેન્ડીંગ પડી છે જેથી સરકારના કરોડો રૂપિયા માત્રને માત્ર ચોપડ ઉપર જ રહી ગયા છે માટે વર્ષો જુનું માંગણું ચોખું થાય તે માટે નવી વેરા સમાધાન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ કરદાતાઓ આગામી બે મહિનામાં લઇ શકશે જેમા વેપારીઓને વ્યાજ અને પેનલ્ટીમાં 80થી 100 ટકા સુધી લાભ ઓફર કરાયા છે. માટે જે ઉદ્યોગકારો, વેપારીઓના આકારની અને અપીલના કેસ વર્ષોથી પેન્ડીંગ છે તેનો નિકાલ કરવા માટે આ સુવર્ણ યોજના છે તેવું કહીએ તો તેમ જરાપણ અતિશયોક્તિ નથી.

ગઈકાલે મોરબીમાં સિરામિક એસો.ના હોલ ખાતે વેરા સમાધાન યોજના 2019ની માહિતી સેમીનાર રાખવામાં આવ્યો હતો જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો, વેપારીઓ, ટેક્સ ક્ધસલ્ટન્ટસ સહિતના લોકો હાજર રહ્યા હતા આ તકે એસજીએસટીના જોઈન્ટ કમિશ્નર ડી.વી.ત્રિવેદી, અપીલ વિભાગના જોઈન્ટ કમિશ્નર ઈ.એસ.શેખ, બી.કે.પટેલ તેમજ આસી કમિશ્નર વી.એમ.ગોરાવાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પહેલા તો વેરા સમાધાન યોજના શા માટે અમલમાં મુકવામાં આવી છે જેની સમજ આપતા અધિકારીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે વેપારીઓ, ઉદ્યોગકારો તથા ડિપાર્ટમેન્ટ જૂના કાયદા હેઠળના પેન્ડિંગ કેસોની પળોજળમાંથી બહાર નીકળે અને ‘વન નેશન વન ટેક્સ’ના અભિગમથી અમલી બનાવાયેલા જીએસટી કાયદામાં પરોવાય તેવો અભિગમ સાથે આ યોજનાને અમલમાં મૂકી છે જેથી વધુમાં વધુ કરદાતાઓ દ્વારા તેનો લાભ લેવામાં આવે તે જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નજીકના ભવિષ્માં જીએસટી એસેસમેન્ટની કામગીરી હાથ ધરાય તે પહેલાં વેપારીઓ, ઉદ્યોગકારો, ટેક્સ ક્ધસલ્ટન્ટ તથા તંત્ર જૂની કામગીરીના બોજથી મુકત થઇ જાય તેવો મૂળ આશય આ યોજનામાં સમાયેલ છે જો આ યોજનાનો મોરબીના સિરામિક ઉદ્યોગકારો, ટ્રેડર્સ તેમજ વેપારીઓ દ્વારા લાભ લેવામાં આવશે તો સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થવાની છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ સૌથી મોટી વાતએ છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે. સાથોસાથ વર્ષો જુના પેન્ડીંગ કેસની પળોજળમાંથી મુક્તિ મળી જશે.

મોરબીના સ્થાનિક અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ મોરબીની કચેરીમાં સિરામિક ઉદ્યોગકારો, ટ્રેડર્સ તેમજ વેપારીઓ મળીને કુલ 8000 જેટલા કરદાતાઓ નોંધાયેલા છે જેમાંથી 5000 જેટલા કરદાતાઓ નિયમિત રીતે સરકારની તિજોરીમાં ટેકસની રકમ જમા કરાવે છે જો કે, 3000થી વધુ કરદાતાઓ એવા છે કે જેમાં આકારણી અને અપીલના કેસ વર્ષ 2007 થી પેન્ડીંગ છે જેથી ટેક્સની રકમ અને તેના ઉપર પેનલ્ટીની રકમ ગણીએ તો આજની તારીખે મોરબી પંથકમાંથી 2500 કરોડ રૂપિયાનો ટેક્ષ વસુલ કરવાનો થાય છે જો કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે ‘વેરા સમાધાન યોજના -2019’ જાહેર કરવામાં આવેલ છે તેનો લાભ અહીના કરદાતાઓ દ્વારા લેવામાં આવશે તો સરકારની તિજોરીમાં માત્ર 600થી 700 કરોડ રૂપિયા જ ભાવના થશે એટલે કે મોરબીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ તેમજ વેપારીઓને કુલ મળીને 1800 કરોડ જેટલો ફાયદો થશે તે નિશ્ચિત છે.

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાએ જણાવ્યું હતું કે, વેરા સમાધાન યોજના -2019 કરદાતાઓ માટે ખુબ જ સારી છે અને સિરામિક એસો.દ્વારા જે સુધારા અગાઉ સૂચવવામાં આવ્યા હતા તેને પણ સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને હજુ જે પણ પ્રશ્ન હશે તેના સમાધાન માટે સરકારમાં સિરામિક
સો.દ્વારામોરબીના સિરામિક ઉદ્યોગના હિતમાં રજૂઆત કરવામાં આવશે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સ દ્વારા મન મોટું રાખીને આ વેરા સમાધાન યોજનાનો વધુમાં વધુ લાભ લઈને સરકારમાં બાકી ટેક્ષની રકમ જમા કરાવીને વર્ષો જુના કેસની પીડામાંથી મુક્તિ મેળવવી જોઈએ તેવી અપીલ કરેલ છે

આ ઉપરાંત મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઇ પટેલે પણ વેરા સમાધાન યોજનાને આવકારી હતી અને ઉદ્યોગકારો, ટ્રેડર્સ તેમજ વેપારીઓ સંપૂર્ણ પણે યોજનાનો લાભ લઈને વેરાના બોજમાંથી મુક્ત થાય તે માટે અપીલ કરી હતી.


Loading...
Advertisement