અર્થતંત્ર ભલે મંદ પડયું, મિલિયન ડોલર સીઈઓ કલબમાં નવા 22 સભ્યોનો ઉમેરો

11 December 2019 05:09 PM
Business India World
  • અર્થતંત્ર ભલે મંદ પડયું, મિલિયન ડોલર સીઈઓ કલબમાં નવા 22 સભ્યોનો ઉમેરો

ભારતમાં સીઈઓના સરેરાશ વાર્ષિક પેકેજ 16.8 કરોડનું

મુંબઈ તા.11
અર્થતંત્ર ભલે સુસ્ત પડી રહ્યું હોઈ, મિલિયન ડોલર સીઈઓ કલબના 2018-19માં 22 નવા સભ્યોનો ઉમેરો થયો છે.
વર્ષે 10 લાખ ડોલર (રૂા.7 કરોડ) કમાતા સીઈઓની સંખ્યા આગળના વર્ષ કરતા 18% વતી 124થી 146 થઈ છે. રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ઘટયું હોવા છતાં છેલ્લા ચાર વર્ષમાં વર્તમાન ફિસ્કલ-રાજકોષીય વર્ષ એલિટ કલબ માટે શ્રેષ્ઠ રહ્યું છે. 2016ના વર્ષમાં કલબના સભ્યોની સંખ્યા 119 હતી તે 2018 સુધી મામુલી દરે વધી હતી.

બીએસઈ 200 કંપનીઓના સીઈઓ, સીએકસઓના પગાર સંબંધી અભ્યાસમાં જણાવ્યું છે કે મિલિયન ડોલર કલબના સીઈઓનો પગાર 2018-19 કરતા ચાલુ નાણાકીય વર્ષમાં 14% વધી રૂા.2457 કરોડ થયો છે. સરેરાશ સીઈઓનું વાર્ષિક પેકેજ રૂા.16.8 કરોડનું છે. કલબના નવાંગતુકોમાં ઈન્ફોસીસના સીઈઓ સલિલ પારેખને મળતા પેકેજમાં 600%નો વધારો થયો છે. 2017-18માં તેમને 4 કરોડ મળતા હતા. હવે 17 કરોડનો દરમાયો મળે છે. અભ્યાસ મુજબ પ્રોફેશનલ સીઈઓ (85%) એ પ્રમોટર સીઈઓ (61)ને પાછળ રાખી દીધા છે.


Loading...
Advertisement