BSC સેમ-5નું ફીઝીક્સનું પરિણામ જાહેર કરવામાં વિલંબ

11 December 2019 05:07 PM
Rajkot Education Saurashtra
  • BSC સેમ-5નું ફીઝીક્સનું પરિણામ જાહેર કરવામાં વિલંબ

પરીક્ષા પૂરી થયાને બે માસ પૂર્ણ છતાં પરિણામના હજૂ ઠેકાણા નથી : વિદ્યાર્થીઓમાં રોષ

રાજકોટ,તા. 11
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બીએસસી સેમ-5નું પરિણામ જાહેર કરવામાં અસહ્ય વિલંબ થતા વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.
દિપાવલી પૂર્વે લેવાયેલી આ પરીક્ષાને બે માસ પૂર્ણ થયેલ છે છતા યુનિ. દ્વારા નિશ્ર્ચિત સમય મર્યાદામાં આ પરીક્ષાનું પરિણામ ાજહેર નહીં કરાતા આ વિષય ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
આ સંદર્ભે સૂત્રોએ જણાવ્યું હતું કે બીએસસી સેમ-5 ફીઝીક્સનાં વિદ્યાર્થીઓની સંખ્યા 500 જેટલી છે છતાં નિશ્ર્ચિત સમય મર્યાદામાં યુનિ. પરિણામ જાહેર નહીં કરી શકતા અનેક પ્રશ્ર્નો ઉઠ્યાં છે.


Loading...
Advertisement