સરકારના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી: ત્રણ અધિકારીઓ જ શંકાના ઘેરામાં

11 December 2019 12:51 PM
Ahmedabad Education Gujarat
  • સરકારના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી: ત્રણ અધિકારીઓ જ શંકાના ઘેરામાં

ગાંધીનગર પાઠયપુસ્તક મંડળના ગોદામમાંથી પુસ્તકો ગાયબ: એક મહિને ફરિયાદ થતા તર્ક વિતર્ક

રાજકોટ તા.11
રાજયના પાઠયપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના સરકારી પુસ્તકોની ચોરી થયાનો ચોંકાવનારો બનાવ પોલીસમાં નોંધાયો છે. આઘાતજનક બાબત એ છે કે વિભાગના જ ત્રણ અધિકારીઓ સામે શંકા દર્શાવવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા દેવાના થતા સરકારી પુસ્તકો શાળાઓમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચતા ન હોવાથી વખતોવખત ફરિયાદો ઉઠતી જ રહે છે અને થોડો વખત ઉહાપોહ પણ સર્જાઈ છે. પુસ્તકો પસ્તીમાંથી મળ્યાના પણ ભૂતકાળમાં બનાવો પ્રકાશમાં આવ્યા હતા. હવે 42 લાખના પુસ્તકો ચોરી થઈ ગયાનો બનાવ નોંધાયો છે.
ગાંધીનગરમાં પાઠય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકો ચોરાયા હોવાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે તેમાં શકમંદ તરીકે મંડળના જ ત્રણ અધિકારીઓના નામો દર્શાવવામાં આવ્યા છે.
પોલીસને ફરિયાદ અરજીમાં એમ કહેવામાં આવ્યું છે કે 8 નવેમ્બરે પાઠય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકો ગાયબ થયા હતા. હવે પુસ્તક ચોરીની ફરિયાદ એક મહિના પછી થયાની બાબત પણ અનેકવિધ શંકા પ્રેરે છે.
પરિણામોમાં ગેરરીતિ, સરકારી પુસ્તકો ન મળવા જેવા મુદાઓનો પડકાર સરકાર ઝેરી જ રહી છે તેવા સમયે પુસ્તકોની ચોરીનું પ્રકરણ પણ ગાજવાના એંધાણ છે.


Loading...
Advertisement