રિકવરીનો સંકેત: મુસાફર વાહનોના વેચાણમાં મામુલી ઘટાડા છતાં નવેમ્બરમાં ઉત્પાદન વધ્યું

11 December 2019 12:33 PM
Business India
  • રિકવરીનો સંકેત: મુસાફર વાહનોના વેચાણમાં મામુલી ઘટાડા છતાં નવેમ્બરમાં ઉત્પાદન વધ્યું

અન્ય પ્રકારના વાહનોના વેચાણમાં ભારે ઘટાડો

નવી દિલ્હી તા.11
નવેમ્બર માસમાં મુસાફર વાહનોના વેચાણમાં 0.84% જેટલા ઘટાડા છતાં ઉત્પાદન 4.06% વધ્યુ છે. ઓટોમોબાઈલ સેકટરના સંગઠન સિયામ તરફથી જારી ડેટા મુજબ ઓકટોબરમાં મુસાફર વાહનનું વેચાણ 266000 યુનિટ હતું, એ સામે નવેમ્બરમાં 263733 રહ્યું હતું. કોમર્સીયલ વાહનોના વેચાણમાં 13.98%ના વાર્ષિક ઘટાડા સાથે નવેમ્બરમાં વેચાણ 61907 યુનીટ હતું.
દ્વિચક્રી વાહનોનું વેચાણ નવેમ્બર 2018માં 1645783 યુનિટ હતું, તે નવેમ્બર 2019માં 14.27% ઘટી 1410739 યુનિટ હતું.
સમગ્રતયા ઓટો સેકટરના વેચાણમાં એક વર્ષની તુલનાએ 72.5% ઘટાડો થયો છે.
સિયામના દાવા મુજબ પેસેન્જર વ્હીકલ્સના વેચાણમાં મામુલી ઘટાડા છતાં રિકવરીનો સંકેત આપતા ઉત્પાદન નવેમ્બરમાં 290727 વાહનોનું હતું.


Loading...
Advertisement