કલેકટર રેમ્યા મોહન ના અધ્યક્ષ સ્થાને મગફળીની ખરીદી માટેની એક રીવ્યુ બેઠક મળી

10 December 2019 08:01 PM
Rajkot Video

રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ની શરૂઆત ૧લી નવેમ્બર થી કરવામાં આવી હતી. જે બાદ વાવાઝોડાની અસરના કારણે ફરી એકવાર 18 નવેમ્બર થી મગફળીની ખરીદી ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહન ના અધ્યક્ષ સ્થાને મગફળીની ખરીદી માટેની એક રીવ્યુ બેઠક મળી હતી. જે બેઠકમાં હાલ મગફળી ખરીદી માટે બોલાવવામાં આવતા ખેડૂતોની સંખ્યા બમણી કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રાજકોટના તમામ તાલુકા દીઠ મગફળીની ખરીદી ના સેન્ટર શરૂ છે. ત્યારે આગામી ચારથી પાંચ દિવસમાં રોજના ૧૫૦૦ થી ૧૬૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવશે. અત્યાર સુધીમાં 1.20 લાખ મેટ્રિક ટનનો જે ટાર્ગેટ હતો તેની સામે ૧૭ હજાર મેટ્રિક ટન મગફળી ની જ ખરીદી થવા પામી છે. તો સાથે જ ૮૨૫૦૦ ખેડૂતો ની સામે ૧૦૫૦૦ ખેડૂતો પાસેથી જ મગફળીની ખરીદી શક્ય બની છે. ઉલ્લેખનીય છે કે કલેકટરને ફરિયાદ મળી હતી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી માં લાશ જોવા મળી રહી છે. જેને લઈને જ આજરોજ ની રીવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી


Loading...
Advertisement