72 વર્ષીય વૃદ્ધાને 3 વર્ષથી શૌચાલયમાં રહેવું પડે છે

10 December 2019 07:58 PM
India Video

ઓરિસ્સામાં છેલ્લાં 3 વર્ષથી 72 વર્ષીય વૃદ્ધા શૌચાલયમાં રહીને જિંદગી પસાર કરી રહી છે. આ મહિલાનું નામ દ્રૌપદી બેહરા છે. તે મયુરભંજ જિલ્લાનાં ગામમાં તેનાં પરિવાર સાથે રહે છે, જેમાં દીકરી અને પૌત્ર પણ સામેલ છે. તેનો પરિવાર શૌચાલયની બહાર સૂવે છે, જ્યારે દ્રૌપદી શૌચાલયની અંદર ઊંઘે છે અને રસોઈ બનાવે છે. આ ટોઇલેટ કનિકા વિલેજ એડમિનિસ્ટ્રેશને કન્સ્ટ્રક્ટ કર્યું છે. આ વૃદ્ધ મહિલાના ઘરની માગ કરતાં-કરતાં ચપ્પલ ઘસાઈ ગયા છે. અધિકારીઓ આવે છે અને તેને મકાન આપવાનો વાયદો કરીને જતા રહે છે.


Loading...
Advertisement