શિક્ષણ બોર્ડની ચૂંટણી વધુ એક વખત ટળી; ચૂંટાયેલા સદસ્યોની મુદ્ત તા.30 જૂન સુધી લંબાવાઈ

10 December 2019 07:49 PM
Ahmedabad Education Gujarat
  • શિક્ષણ બોર્ડની ચૂંટણી વધુ એક વખત ટળી; ચૂંટાયેલા સદસ્યોની મુદ્ત તા.30 જૂન સુધી લંબાવાઈ

શિક્ષણ વિભાગના ઉપસચીવનું જાહેરનામું: બોર્ડ મેમ્બરોમાં નારાજગી

રાજકોટ તા.10
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચૂંટાયેલા સદસ્યોની મુદત સતત બીજી વખત લંબાવી દેવાતા આ વિષય શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની રહેવા પામેલ છે.
આ સંદર્ભે રાજય સરકારના શિક્ષણ વિભાગના ઉપ સચિવ ટી.એસ. પટેલે જણાવેલ છે કે શિક્ષણ બોર્ડના ચૂંટાયેલા સદસ્યોની આગામી તા.23-2-2020ના પૂરી થતી મુદત તા.30-6 સુધી લંબાવવામાં આવી છે.
ઉપસચિવ પટેલે જણાવેલ છે કે બોર્ડ સદસ્યોની ચૂંટણી પ્રક્રિયા પાછળ વધુ સમય જાય તેમ હોય બોર્ડ મેમ્બરોની મુદતમાં વધારો કરવામાં આવેલ છે. શિક્ષણ બોર્ડના ચૂંટાયેલા મેમ્બરોની મુદતમાં આ બીજી વખત વધારો કરવામાં આવેલ છે.
આ મુદત વધારાના પગલે બોર્ડના ચૂંટાયેલા સદસ્યોમાં નારાજગી ફરી વળી છે. અગાઉ શિક્ષણ બોર્ડનું કદ ઘટાડવાની વાતો વહેતી થયેલ હતી હવે શિક્ષણ બોર્ડની ચૂંટણી ટાળવા માટે બોર્ડ મેમ્બરોની મુદત લંબાવી દેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Loading...
Advertisement