મગફળીના ભાવ ‘કેમ વધતા નથી’? તેલમીલરોને તેડુ-આશ્ર્ચર્યજનક પુછાણ!!

10 December 2019 07:15 PM
Rajkot Gujarat
  • મગફળીના ભાવ ‘કેમ વધતા નથી’? તેલમીલરોને તેડુ-આશ્ર્ચર્યજનક પુછાણ!!

પામોલીન-કપાસીયા તેલ વગેરેના ભાવો વધ્યા; સીંગતેલ મોંઘુ થાય તો મગફળીના ભાવ વધી શકે તેવી સરકારની ગણતરી? : ભૂતકાળમાં સીંગતેલના ઉંચા ભાવને કાબૂમાં રાખવા બેઠકો કરતા પુરવઠા વિભાગે આ વખતે મગફળીના નીચા ભાવ જેવા મુદે ‘સોમા’ સાથે બેઠક કરી; ઉત્પાદન-નિકાસની સમીક્ષા

રાજકોટ તા.10
પામોલીન-કપાસીયાતેલ-સોયાતેલ જેવા ખાદ્યતેલોના ભાવોમાં છેલ્લા કેટલાંક દિવસોથી બેફામ તેજી છે ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર પુરવઠા તંત્ર દ્વારા તેલ સંગઠનના હોદેદારોને તેડુ મોકલાયુ હતું. રસપ્રદ વાત એ છે કે અન્ય તેલના ભાવ વધ્યા છે ત્યારે મગફળીના ભાવ કેમ વધતા નથી? તેવુ પુછાણ કરવામાં આવ્યું હતું. સરકારી ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં મગફળીના ભાવ નીચા છે એટલે ખેડુતોના હિતમાં રાજય સરકારે તંત્ર મારફત સમીક્ષા કરાવ્યાના નિર્દેશ છે.ખાદ્યતેલોની હાલ ભરસીઝન છે છતાં કેટલાંક દિવસોથી ભાવો ઝડપભેર ઉછળતા રહ્યા છે. સારા વરસાદથી મગફળી-કપાસનો પાક સારો હોવાથી મોટા ઉત્પાદનથી ભાવો નીચા રહેવાની અટકળોથી વિપરીત ભાવો તેજીના માર્ગે રહ્યા છે. ખાનારવર્ગની ‘બારમાસી ખરીદી’ શરુ થાય તે સમયે જ ભાવવધારાથી ગ્રાહકોમાં ઉહાપોહ સર્જાવાની આશંકા છે તેવા સમયે રાજકોટના પુરવઠા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીએશન (સોમા)ને તેડુ મોકલવામાં આવ્યું હતું. છેલ્લા દિવસોની તેજીને કારણે બેઠક બોલાવવાની અટકળો વચ્ચે માત્ર સોમાના પ્રમુખ સમીર શાહ જ મીટીંગમાં હાજર રહ્યા હતા. કલેકટર તથા જીલ્લા વિકાસ અધિકારી સામે મીટીંગ થઈ હતી તેમાં મગફળીના ઉત્પાદન, નિકાસ વગેરેના મુદાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં એવો મુદો ઉપસ્થિત થયો હતો કે ચીન સાથે સીંગતેલ તથા સીંગદાણાના ઘણા વેપાર થયા છે છતાં મગફળીના ભાવ કેમ વધતા નથી અને ખેડુતોને સરકારી ટેકા જેટલા ભાવ કેમ મળતા નથી? મગફળીના સરકારી ટેકાના ભાવ રૂા.1018 છે, ખુલ્લા બજારમાં સરેરાશ 850 થી 900માં જ વેચાય છે. ‘સોમા’ પ્રમુખ એવું સ્પષ્ટ કર્યુ કે સીંગતેલનો વપરાશ માંડ 3-3॥ ટકા છે. જે વધે તો મગફળીના ભાવ વધી શકે અને આ સંજોગોમાં સરકારને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની પણ જરૂર રહે તેમ નથી. જો કે 1018ના ટેકાના ભાવ ખુલ્લા બજારમાં થાય તેવી કોઈ શકયતા નથી. કારણ કે આ સંજોગોમાં સીંગતેલના ભાવમાં ભડકો થઈ શકે છે.
બેઠકમાં એવો પણ મુદો ઉપસ્થિત કરાયો હતો કે સીંગખેપમાં નિકાસ પ્રોત્સાહન લાભ મળે અને સીંગતેલનો વપરાશ વધારવા પગલા લેવાય તો પણ મગફળીના ભાવ વધો અને ખેડુતોને લાભ પહોંચાડી શકાય. આ નીતિવિષયક બાબતો હોવાથી સરકારને રજુઆત પહોંચાડવાનું તંત્રે આશ્ર્વાસન આપ્યું હતું.
અર્ધો કલાક ચાલેલી બેઠકમાં ઉત્પાદન તથા ચીનમાં નિકાસના આંકડાઓ વગેરે મુદે પણ સમીક્ષા થઈ હતી. રાજકોટ જીલ્લામાં 4.8 લાખ ટન સહિત ગુજરાતમાં 30 લાખ ટન ઉત્પાદન હોવાના અંદાજીત આંકડા પેશ કરાયા હતા. તેલમીલરો મગફળીની ખરીદી ખેડુતો પાસેથી જ કરે છે કે યાર્ડ મારફત તેવા મુદાઓ પણ ચર્ચામાં આવ્યા હતા.

ટેકાનાં ભાવે મગફળી ખ૨ીદીનાં રિવ્યુ માટે સાંજે બેઠક યોજતા કલેકટ૨
તમામ પ્રાંત-મામલતદા૨ો-ખ૨ીદ એજન્સી વે૨હાઉસનાં પ્રતિનિધિઓને બોલાવાયા
૨ાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ટેકાના ભાવે ખ૨ીદાતી મગફળીની ખ૨ીદ પ્રક્રિયા મંદ પડી ગઈ છે. અને ખ૨ીદીનું પ્રમાણ ઘટી જવા પામ્યું છે. ત્યા૨ે આ મગફળીની ખ૨ીદીનાં રિવ્યુ અંગે આજ૨ોજ સાંજે કલેકટ૨ કચે૨ી ખાતે જિલ્લા કલેકટ૨નાં અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક ૨ાખવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજ૨ોજ સાંજે ૪.૩૦ કલાકે કલેકટ૨ કચે૨ી ખાતે મગફળીની ખ૨ીદીનો રિવ્યુ ક૨વા તેમજ ખ૨ીદ પ્રક્રિયામાં નડતા પ્રશ્ર્નો અને ભવિષ્યનાં પ્લાનિંગ સંબંધે બેઠક ૨ાખવામાં આવી છે.
કલેકટ૨ે બોલાવેલી આ બેઠકમાં જિલ્લાના તમામ મામલતદા૨ો, પ્રાંત અધિકા૨ીઓ, એસ.પી.-કમિશ્ન૨નાં પ્રતિનિધિઓ ખ૨ીદી ક૨તી એજન્સીઓના પ્રતિનિધિઓ અને વે૨હાઉસનાં પ્રતિનિધિઓ હાજ૨ ૨હેના૨ છે.


Loading...
Advertisement