શેરબજારમાં 261 પોઈન્ટનો કડાકો: હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી

10 December 2019 07:07 PM
Business
  • શેરબજારમાં 261 પોઈન્ટનો કડાકો: હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી

રાજકોટ તા.10
મુંબઈ શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આક્રમક વેચવાલીથી હેવીવેઈટ સહિતના શેરો પાછા પડયા હતા. સેન્સેકસમાં 261 પોઈન્ટનું ગાબડુ પડયું હતું.
શેરબજારમાં આજે માનસ નબળુ હતું. વૈશ્ર્વિક મંદી ઉપરાંત નવા કોઈ સારા કારણો ન હોવાથી સાવચેતી હતી. વિદેશી સંસ્થાઓની એકધારી વેચવાલીથીપણ માનસ ખરડાયેલું હતું.
શેરબજારમાં આજે એકસીસ બેંક, એચસીએલ ટેકનો, એચડીએફસી, હીરો મોટો, ઈન્ડુસઈન્ડ બેંક, આઈયીસી, મહીન્દ્ર, મારૂતી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસ્કા, યીસીએસ, યશ બેંક, ગેઈલ, ઝી સેન્ટર, જેએસડલબ્યુ સ્ટીલ, યશ બેંક, ગેઈલ, ટીસીએસ, પીસીજવેલર્સમાં ગાબડા હતા. મંદીબજારે પણ બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈશર મોટર્સ, સીપ્લા, જે.બી., કેમીકલ્સ મજબૂત હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 261 પોઈન્ટના કડાકાથી 40225 હતો. જે ઉંચામાં 40588 તથા નીચામાં 40208 હતો. નેશનલ સ્ટોક એકસચેંજ 84 પોઈન્ટ ઘટાડાથી 11852 હતો.


Loading...
Advertisement