રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઈ

10 December 2019 06:01 PM
Ahmedabad Crime Rajkot Saurashtra
  • રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઈ

અમદાવાદ: રાજકોટની કુખ્યાત લેડી ડોનથી જાણીતા સોનુ ડાંગર સહિત તેના બે સાગરિતોની અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. મળતી માહિતી મુજબ અમદાવાદ પૂર્વના પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કર્યા બાદ ત્રણેયને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડાન્સરમાંથી લેડી ડોન બનેલી સોનુ ડાંગર સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકેની છાપ ધરાવે છે. અગાઉ પણ તે અનેક વખત વિવાદોમાં સપડાઈ ગઈ છે. ત્યારે ગત રાત્રીના સોનુ ડાંગર પોતાના સાગરિતો ગૌતમ પૂના અને શિવરાજ બિછિયા સહિત અન્ય એક શખ્સ સાથે દારૂની મહેફિલ માણી રહી હતી. ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,સોનું ડાંગર સહિત ગૌતમ અને શિવરાજ પણ ગુનાહિત ઈતિહાસમાં વોન્ટેડ છે.


Loading...
Advertisement