આચાર્ય ભાન ભુલ્યા: ઓછા માર્ક લાવનાર છાત્રાઓનું મોં કાળુ કરી સ્કુલમાં ફેરવી

10 December 2019 05:58 PM
Education India
  • આચાર્ય ભાન ભુલ્યા: ઓછા માર્ક લાવનાર છાત્રાઓનું મોં કાળુ કરી સ્કુલમાં ફેરવી

હિસ્સારની ખાનગી સ્કુલનો ચોંકાવનારો કિસ્સો : પોલીસે આરોપીઓને છાવર્યાનો છાત્રાઓના પરિવારનો આરોપ

હિસ્સા તા.10
સંસ્કૃતમાં ઉક્તિ છે- આ વિદ્યા યા વિમુકતાયે વિદ્યા મુક્તિ અપાવે છે. હાલ તો વિદ્યા વિદ્યાર્થીઓ માટે મુસીબત બની ગઈ, ભાર બની ગઈ છે. નંબરની ઘેલછામાં સ્કુલ સંચાલકો છાત્રો પર જુલ્મ ગુજારતા હોય તેવો કિસ્સો હિસ્સારમાં બન્યો છે. અહીંની એક સ્કુલમાં છાત્રાઓને 10માંથી7 માર્ક એક ટેસ્ટમાં આવતા સ્કુલ સંચાલકોએ આ છાત્રાઓના મેશ ચોપડીમાં કાળુ કરીને સ્કુલમાં ફેરવવામાં આવી હતી. આ બારામાં બાળાઓના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહોતી કરી હોવાની પણ રાવ
થઈ છે.
આ અંગેની વિગત એવી છે કે હિસ્સારની મહાવીર કોલોનીમાં આવેલી એક પ્રાઈવેટ સ્કુલમાં ચોથા ધોરણમાં ભણતી છાત્રાની પ્રિન્સીપાલે અંગ્રેજી વિષયની ટેસ્ટ લીધી હતી. જેમાં તેને 10માંથી 7 માર્કસ આવ્યા હતા. બાદમાં જેમને આઠથી ઓછા માર્કસ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રિન્સીપાલે ઉભા કરી દીધા.
બાદમાં પ્રિન્સીપાલે ચપરાસીને બોલાવીને કાળો રંગથી 8થી ઓછા માર્કસ લાવનાર છાત્રાનું મોં કાળુ કરાવ્યુ હતું અને તેમને દરેક કલાસમાં ફેરવીને અન્ય છાત્રાઓ પાસે શેમ-શેમ પણ બોલાવડાવ્યું હતું.
બાદમાં જયારે છાત્રાઓએ પરિવારજનોને આ વાત કહી ત્યારે પરિવારના મહિલા સભ્યો સ્કુલે પહોંચ્યા તો તેમની ફરિયાદ સાંભળવાને બદલે ઉદ્ધત વર્તન કરેલું. વાત આટલેથી પુરી નથી થતી પણ ચોરી પર સીનાજોરી કરી પ્રિન્સીપાલે કહેલું કે તમારી બિરાદરીના લોકોને અમે ભણાવીએ છીએ એ જ ઘણું છે. આ મામલે છાત્રાઓના પરિવારજનોએ પોલીસને જાણ કરી તો પોલીસે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કર્યાનો આરોપ છે. પરિવારજનો આ મામલે એસસી, એસટી એકટ મુજબ કેસ કરવાની માંગ કરી છે.


Loading...
Advertisement