રાજકોટ : નવા ગામો મનપામાં ભેળવવાની ‘જીદ’થી ડખ્ખો થવાના એંધાણ!

10 December 2019 05:20 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : નવા ગામો મનપામાં ભેળવવાની ‘જીદ’થી ડખ્ખો થવાના એંધાણ!

કેટલીક ગ્રામ પંચાયતો કોર્ટમાં જાય તેવા પણ નિર્દેશ

રાજકોટ તા.10
મનપાની આવતા વર્ષે આવતી ચૂંટણી પૂર્વે પાંચ ગામો કોર્પો.માં લેવા થઈ ગયેલી રાજકીય તૈયારીના ઘેરા પડઘા પડવા પણ નિર્દેશ છે.
પાંચ વર્ષ અગાઉ પણ અમુક ગ્રામ પંચાયતો મહાપાલિકામાં ભળવાનો ઈન્કાર કરી ચૂકી હતી. આ વર્ષે ફરી માધાપર, મોટામવા, ઘંટેશ્ર્વર, મુંજકા, નવાગામને રાજકોટમાં ભેળવવાનો ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે. રાજય સરકારે દરેક મનપા પાસેથી હદ વધારા માટે દરખાસ્તનું રૂપ મોકલી ઠરાવ મંગાવ્યા છે.
પરંતુ ઉપરોકત પૈકી ઘણી ગ્રામ પંચાયતો અગાઉ પણ રાજકોટ કોર્પો.માં આવવા ઈન્કાર કરી ચૂકી છે. આમ તો સંમતિ માટે પંચાયતના ઠરાવ જરૂરી છે. પરંતુ રાજય સરકાર સીધા ઠરાવ પણ કરી શકે છે. છતા આવું થાય તો અમુક ગ્રામ પંચાયતો કાનૂની લડાઈ આપે તેવી શકયતા છે. હજુ ઘણા ગામ રાજકોટમાં ભળવાનો ઈન્કાર કરે છે. આમ આ ઠરાવ થાય તો મુખ્યમંત્રીના શહેરમાં પણ મહાનગરની લીમીટ વધારવા સામે કકળાટ થવાની શકયતા છે.


Loading...
Advertisement