દિવાળી પછી સોનાની ઇન્વેસ્ટમેન્ટ માગ ઠંડી : ખરીદ પાકને ફટકો પડતાં ખેડૂતો ખરીદીથી દૂર

10 December 2019 12:18 PM
Business India
  • દિવાળી પછી સોનાની ઇન્વેસ્ટમેન્ટ માગ ઠંડી : ખરીદ પાકને ફટકો પડતાં ખેડૂતો ખરીદીથી દૂર

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માગ 35% વળી ઊંચા ભાવ પણ કારણભૂત

કોલકાતા,તા. 9
જુલાઈ-સપ્ટેબર ક્વાર્ટરમાં રોકાણ માટે સોનાની માગ 35% ઘટી હતી. ખરીફ પાકની લણણી રહી પણ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સોનાનાં રોકાણથી દૂર રહ્યા હોવાનાં કારણે માગમાં વધુ ઘટાડાનો સંભવ છે. ખરીફ પાક વેચાયા પછી ગ્રામીણ વિસ્તારોમાં સોનાની રોકાણ માટેની માગ હંમેશા વધે છે, પણ ચાલુ વર્ષે આગલા વર્ષની સરખામણીએ માત્ર 50-60% ઘટી છે.
ઓણ સાલ ભારે અને કમોસમી વરસાદથી ખેડૂત સોનાની ખરીદીથી દૂર રહ્યાં છે. ખેડૂતો હવે માત્ર લગ્નસરાની ખરીદી કરી રહ્યાં છે, પણ એની કિંમત ઝાઝી નથી. ભારતમાં સોનાની વાર્ષિક ખપત 850-900 ટનની છે, અને એમાં ગ્રામીણ વપરાશ 60% જેટલો છે.
મહારાષ્ટ્રનાં અકોલાના એક વેપારીનાં જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,ગુજરાત, કર્ણાટક અને પંજચાબમાં પાકને મોટુ નુકશાન થયું છે. પરિણામે ખેડૂતો દર વર્ષની જેમ સોનાની ખરીદી કરી શક્યા નથી. ગઇ વર્ષની સરખામણીએ જુલાઈ-સપ્ટેમ્બરના 3 મહિનાનાં ગાળામાં સોનાની રોકાણ માટેની માગ 35 ટકા ઘટી 22.3 ટન રહી હતી.
વળી, ગ્રામીણ કે શહેરી વિસ્તારોમાં ઊંચા ભાવનાં કારણે પણ લોકો પોતાની ખરીદીથી દૂર રહ્યા છે. ચાલુ વર્ષની શરુઆતથી સોનાની કિંમત રહી થઇ છે. હાલમાં 10 ગ્રામ સોનાનો ભાવ હાજર બજારમાં રુા. 38,324 જેવો છે. ઓલ ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સીલનાં ચેરમેન અનંત પદ્મનાભને જણાવ્યું હતું કે દિવાળી અને તહેવારોની સિઝન પછી ઇન્વેસ્ટમેન્ટ માગ ઠંડી પડી ગઇ છે. બજાર શુષ્ક છે.


Loading...
Advertisement