સીજીએસટી વસુલાત અંદાજ કરતા 40 ટકા ઓછી

10 December 2019 11:26 AM
Business India
  • સીજીએસટી વસુલાત અંદાજ કરતા 40 ટકા ઓછી

કેન્દ્ર સરકારનો સંસદમાં સ્વીકાર : એપ્રિલ-નવેમ્બર દરમ્યાન 5.26 લાખ કરોડના અંદાજ સામે માત્ર 3.28 લાખ કરોડ મળ્યાં

નવી દિલ્હી,તા. 10
જીએસટી વસુલાત અપેક્ષા મુજબની નથી અને તે વધારવા માટે કેન્દ્ર સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી હોવા છતાં કોઇ મેળ પડતો નથી ત્યારે જીસટી વસુલાત બજેટનાં અંદાજ કરતાં 40 ટકા ઓછી હોવાનું સરકારે કબુલ્યું છે.
કેન્દ્ર સરકારે સંસદમાં જીએસટી વસુલાતના આંકડા પેશ કર્યાં છે. આ એપ્રિલથી નવેમ્બરની વસુલાત 3,28,365 કરોડ થઇ છે જ્યારે બજેટનો અંદાજ 5,26,000 કરોડનો હતો.
કેન્દ્રનાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકરે લોકસભામાં જણાવ્યું હતું કે સીજીએસટીની વાસ્તવિક વસુલાત 4,57,534 કરોડ હતી જેના પ્રોવિઝનલ આંકડા 6,03,500 કરોડ હતા. 2017-18માં સીજીએસટી વસુલાત 2,03,262 કરોડ હતી.
તેઓએ કહ્યું કે જીએસટી ચોરીના 99 કેસો ઓક્ટોબર સુધી થયા છે અને તેમાં 1134.39 કરોડની વસુલાત થઇ છે. આગામી નાણા વર્ષમાં જીએસટી ચોરીના 1473 કેસોમાં 19395.26 કરોડની વસુલાત થઇ હતી. 2017-18માં 148 કેસોમાં 757.81 કરોડની વસુલાત હતી.
જીએસટી ચોરી રોકવા માટે સરકાર હરસંભવ પ્રયત્ન કરી રહ્યું છે. એનાલીસીસ એન્ડ રીસ્ક મેનેજમેન્ટ રચવામાં આવ્યું છે. ઇ-વે બીલ સર્વર ઉભી કરવામાં આવી છે. પરિવહન દરમ્યાન માલસામાન ચકાસાશે.
કરદાતાઓને 20 ટકા જ ઇન્પુટ ટેક્સ કેસો આફવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે.


Loading...
Advertisement