શું તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારો છો.... તો આ સમાચાર ખાસ વાચો

10 December 2019 09:24 AM
Business Government Gujarat India Saurashtra
  • શું તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારો છો.... તો આ સમાચાર ખાસ વાચો

આ યોજના અંતર્ગત મોદી સરકાર તમને બિઝનેસ શરૂ કરવા માટે કોઈ જ ગૅરંટી વગર જ લોન આપી રહી છે.

નવી દિલ્હી : જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તમારી પાસે પૈસા નથી તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. કારણ કે મોદી સરકાર તમને બિઝનેસ શરૂ કરવા માટે લોન આપી રહી છે. સરકારે નાના ઉદ્યોગકારો માટે મુદ્રા યોજના બનાવી છે. જેનાથી નાના ઉદ્યોગપતિઓ માટે લોન મેળવવાનું કામ સરળ બની જાય છે. આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના અંતર્ગત સરકાર કોઈ જ ગૅરંટી વગર લોન આપે છે.

તો જાણીએ આ યોજનાની ખાસ વાતો...

બિઝનેસ શરૂ કરવાનો ખાસ મોકો, સરકાર કોઈ જ ગૅરંટી વગર આપી રહી છે લોન

મુદ્રા યોજનાના લાભ : મુદ્રા સ્કિમ અંતર્ગત સામાન્ય રીતે કોઈ જ ગૅરંટી વગર લોન મળે છે. આ યોજના અંતર્ગત લોન લેવા માટે કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી. આ ઉપરાંત પરત ચુકવણીના સમયગાળાને પાંચ વર્ષ વધારી શકાય છે.

કોઈ ગૅરંટી વગર લોન આપવાની સુવિધા : સરકારે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા નવા ઉદ્યોગ સાહસિકોની મૂડી અંગેની સમસ્યાને જોઈને આ યોજના શરૂ કરી છે. Micro Units Development & Refinance Agency Ltd નામની યોજના અંતર્ગત કોઈ જ ગૅરંટી વગર લોનની સુવિધા મળે છે.

મુદ્રા યોજના પર વ્યાજ દર : આ યોજના અંતર્ગત કોઈ નિશ્ચિત વ્યાજદર નક્કી નથી કરાયો. આ દર અલગ અલગ બેંકમાં અલગ અલગ જોવા મળે છે. લોન લેનાર વ્યક્તિના બિઝનેસમાં કેટલું જોખમ છે, તેના પર બેંકો વ્યાજદર નક્કી કરતી હોય છે. સામાન્ય રીતે મુદ્રા લોનનો વ્યાજ દર વાર્ષિક ધોરણે 12 ટકાની આસપાસ હોય છે.

સ્ટાર્ટઅપની સૌથી મોટી જરૂરિયાત : સ્ટાર્ટઅપ માટે સૌથી વધારે જરૂરિયાત મૂડીની હોય છે. આથી આ માટે સરકાર સિડ્બી અંતર્ગત એક યોજના બનાવી છે. આનાથી નવા વિચારો સાથે સ્ટાર્ટઅપ શરૂ કરનારા લોકોને મદદ કરવામાં આવે છે.

આવી રીતે માહિતી મેળવો : મુદ્રા લોન લેતી વખતે તમને કોઈ સમસ્યા આવે છે તો તમે હેલ્પલાઇન નંબર, વેબસાઇટ, ઇ-મેલ કે પછી ફોન નંબર પર સંપર્ક કરી શકો છે. Website– http://www.mudra.org.in/, Mail – help@mudra.org.in., Call–1800 -180-1111, 1800-11-0001


Loading...
Advertisement