ડીપ્લોમાં કોલેજોના અધ્યાપકોને પીએચ.ડી.ની ગાઈડશીપમાં જીટીયુ દ્વારા અન્યાય

09 December 2019 06:43 PM
Rajkot Education
  • ડીપ્લોમાં કોલેજોના અધ્યાપકોને પીએચ.ડી.ની ગાઈડશીપમાં જીટીયુ દ્વારા અન્યાય

રાતોરાત ગાઈડશીપમાંથી હટાવાતા વિવાદ: ડીપ્લોમાં સેલ્ફ ફાયનાન્સ ફેકલ્ટી એસો. દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ધા

રાજકોટ તા.9
ડીપ્લોમા કોલેજોના અધ્યાપકોને પીએચ.ડી.ની ગાઈડશીપમાં અન્યાય થતા દેકારો બોલી જવા પામેલ છે. આ પ્રકરણમાં અધ્યાપકો દ્વારા રાજયના મુખ્યમંત્રી સુશ્રી રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત ટેકનોલોજી યુનિ.ની સ્થાપના બાદ યુનિ. દ્વારા પીએચ.ડી.નો અભ્યાસક્રમ શરૂ કરાયો હતો. આ કોર્ષ શરૂ થયો ત્યારે યુજીપીજી કોલેજોના પ્રોફેસરો સાથે ડીપ્લોમાં કોલેજોના પ્રોફેસરોને પણ ગાઈડશીપ આપવામાં આવેલ.
પરંતુ હવે તાજેતરમાં જ ગુજરાત ટેકનોલોજી યુનિ.એ પરિપત્ર ઈશ્યુ કરી ડીપ્લોમા કોલેજોના અધ્યાપકોને પીએચ.ડી.ની ગાઈડશીપ આપવામાંથી બાકાત કરી નંખાતા અધ્યાપકોમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠયો છે.
મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવેલ છે કે ભારતના બંધારણમાં આપેલા સમાનતાના અધિકારોનો જીટીયુ દ્વારા ભંગ થઈ રહ્યા છે. જીટીયુ ચાલુ થઈ ત્યારથી જ જીટીયુમાં ડીપ્લોમાં ઈજનેરીના પીએચ.ડી. કરેલા સીનીયર અધ્યાપકો એલીજીબલ હતાં.
પરંતુ હવે ગુજરાત ટેકનોલોજી યુનિ.ના કુલપતિએ રાતોરાત તઘલકી નિર્ણય લઈ ડીપ્લોમા ઈજનેરી કોલેજોમાં કામ કરતા તમામસરકારી અનુદાનીત અને સ્વનિર્ભર કોલેજોના પીએચડી કરી અન્યાય કરવામાં આવેલ છે. જે યોગ્ય ન હોય. આ પ્રશ્ર્ને તત્કાલ પગલા લેવા સેલ્ફ ફાઈનાન્સ ફેકલ્ટી એસો દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.


Loading...
Advertisement