રાષ્ટ્રીયકક્ષાની સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા સ્વાતિબેનનું જોડીયા શાળામાં સન્માન

09 December 2019 01:49 PM
Jamnagar Education Saurashtra Sports
  • રાષ્ટ્રીયકક્ષાની સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા સ્વાતિબેનનું જોડીયા શાળામાં સન્માન

ટીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા


(શરદભાઇ રાવલ)
જોડીયા તા.9
જોડિયાના એક બ્રાહ્મણ પરિવાર એક શિક્ષક દંપતી ની કૂખે જન્મેલા સ્વાતિબેન નું બાળપણ યુવાવસ્થા જોડીયામાં પસાર થયેલ છે. ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ જોડીયા સ્થિત ની પરિવારના શ્રી અશોકભાઈ નવનીતરાય જાની સાથે જોડીયામાં પુ. મોરારીબાપુના સાનિધ્ય માં યોજાયેલ લગ્ન બાદ જોડીયા છોડી સુરત સ્થાપી થઈ સ્વસુર પક્ષ ની સહમતિથી આગળ અભ્યાસ કરી અને એમણે અને એમબીએ જેવી ઉચ્ચ ડીગ્રીઓ પ્રાપ્ત કરી હતી.
પોતાના બંને બાળકોના ઉછેર તેમજ કુટુંબીક જવાબદારી નિભાવવા તેઓ તેમની િીભવશ રમતોમાં ભાગ લઇ ખંત આગળ વધતા તેઓ દ્વારા વિવિધ સૌંદર્ય સ્પર્ધામાં મહિલા વિભાગમાં ભાગ લઇ કુલ 17 જેટલી સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા રાષ્ટ્રીય કક્ષાની ગેલેક્સી કવીન સ્પર્ધામાં વિજેતા બનીને તેઓ ટૂંક સમયમાં બેંગકોક ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.પરિણીત મહિલાઓ માટે તેમજ મહિલા સશક્તિકરણનું તેઓ એક જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.શાળા ખાતે તેમનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી જેવી રાજગોર મામલતદાર સરપદડીયા હુન્નર શાળા ટ્રસ્ટી અશોક ભાઈ વર્મા, તાલુકા વિકાસ અધિકારી એમ.જી ચૌહાણ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કે જે નંદાસણ, તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ.પ્રમુખ અન્ય સ્ટાફ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement