દિલ્હીની અનાજ માર્કેટમાં આવેલ ફેકટરીમાં ભીષણ આગથી 43ના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

08 December 2019 12:12 PM
India
  • દિલ્હીની અનાજ માર્કેટમાં આવેલ ફેકટરીમાં ભીષણ આગથી 43ના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

રહેણાંક વિસ્તારમાં ચાલતી ફેકટરીમાં લાગી આગ, મોટા ભાગના લોકોના મૃત્યુ શ્વાસ રૂંધાવવાને કારણે થયા

નવી દિલ્હી : શહેરના રાની ઝાંસી રોડ સ્થિત અનાજ માર્કેટમાં આવેલ લગેજ બનાવવાની ફેકટરીમાં રવિવારે સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે. આ આગની ઘટનામાં 43 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. આ બનાવની જાણ થતા ૩૦ થી વધુ ફાઈર ફાઈટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હીના ફાઈર વિભાગના મુખ્ય અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું કે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને બહાર રેસક્યું આવ્યા છે.

આ આગની ઘટનાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, હજુ પણ માર્કેટમાં આવેલ મકાનમાં 20 લોકો ફસાયા હતા. જેમને બચાવી લેવામાં આવ્યા છે અને RML અને હિન્દુ રાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
લોકનાયક હોસ્પિટલના મેડિકલ સુપરિડેન્ટન્ટ ડોક્ટર કિશોર કુમારે કહ્યું કે અત્યાર સુધીમાં અમને 14 શબ મળી ચુક્યા છે, ડોક્ટરોની ટીમ સતત ઈજાગ્રસ્તોની દેખરેખ કરી રહી છે.

ફાયર વિભાગના જણાવ્યું મુજબ, આગ આજે સવારે 5.22 વાગે લાગી હતી.
આ ઈમારતના છઠ્ઠા માળે લાગી હતી. જેના કારણે લોકો નીચે ઉતરી નહતા શક્યા. જેથી જે લોકો જે જગ્યા પર હતા, ત્યાં જ ફસાઈ ગયા હતા. આ ઈમારતમાં પેકેજિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. બિલ્ડિંગની અંદર સાંકળી જગ્યા હોવાના કારણે લોકોને ભાગવામાં મુશ્કેલી થઈ રહી હતી. આજ કારણે અંદાજે 50 ટકા લોકો આગની ચપેટમાં આવી ગયા હતા અને મોટા ભાગના અંદર લોકો મજૂરી કામ કરતા હતા.

વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દુ:ખ વ્યક્ત કર્યું

મંત્રી ઈમરાન હુસેને કહ્યું- આ ઘટના દુ:ખદ છે. તેની તપાસ કરવામાં આવશે. આ માટે જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મૃતક પરિવારને રૂ.૧૦ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી, અને ઈજાગ્રસ્તને રૂ.૧ લાખની સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.


Loading...
Advertisement