ચીફ સેક્રેટરીની રેસમાં પાછળ રહી ગયેલા અરવિંદ અગ્રવાલની જીએસએફસીમાં નિમણુંક

07 December 2019 05:40 PM
Ahmedabad Gujarat Saurashtra
  • ચીફ સેક્રેટરીની રેસમાં પાછળ રહી ગયેલા અરવિંદ અગ્રવાલની જીએસએફસીમાં નિમણુંક

વરિષ્ઠતમ આઈએએસ સરકારી કંપનીના ચેરમેન એમડી: અન્ય 4ને એસીએસ રેન્ક

ગાંધીનગર તા.7
મુખ્ય સચિવ બનતા રહી ગયેલા વધારાના મુખ્ય સચિવ, ફાઈનાન્સ અરવિંદ અગ્રવાલને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમીકલ લીમીટેડ (જીએસએફસી)ના ચેરમેન અને રેનેજીંગ ડિરેકટર બનાવવામાં આવ્યા છે. 1984 બેંચના અધિકારી અગ્રવાલ રાજયમાં વરિષ્ઠતમ આઈએએસ અધિકારી છે, જયારે નવા ચીફ સેક્રેટરી અનિલ મુક્તિ તેમના કરતાં એક વર્ષ જુનીયર છે.

સામાન્ય વહીવટ વિભાગની એક વિજ્ઞપ્તિ મુજબ અગ્રવાલ હોદો સંભાળે એ તારીખથી એક વર્ષ અથવા આગળના હુકમ સુધી જીએસએફસીના સીએમડી તરીકે ચાલુ રહેશે.

રાજય સરકારે નાણા વિભાગમાં તેમના અનુગામીનું નામ જાહેર નહીં કરતાં સરકારના આ મહત્વના વિભાગમાં અટકળોનો દોર શરુ થયો છે. ચીફ સેક્રેટરીના પરની સ્પર્ધામાં અનિલ મુકીમ આગળ નીકળી જતાં અગ્રવાલે 3 નવેમ્બરની ઓફીસમાં હાજરી આપવાનું બંધ કર્યું હતું. દરમિયાન 1998 અને 1989 બેચના 4 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને પ્રિન્સીપાલ સેક્રેટરી રેન્કમાંથી પ્રમોશન આપી એડીશનલ ચીફ સેક્રેટરી (એસીએસ) બનાવાયા છે.

એમાં હાલના સીબીએસઈના ચેરપર્સન અનિતા કરવાલ, ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના એમડી સંજય નંદન, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સીઈઓ અનુરાધા મલ્લ, એનર્જી અને પેટ્રોકેમીકલ્સના પ્રિન્સીપલ સેક્રેટરી પંકજ જોશીનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement