સિંહના નખનું પાર્સલ,: મોટુ રેકેટ હોવાની આશંકા

07 December 2019 05:02 PM
Gujarat
  • સિંહના નખનું પાર્સલ,: મોટુ રેકેટ હોવાની આશંકા

પાર્સલ મોકલનારા ઝુનઝુનની વ્યક્તિને ત્યાં દરોડામાંથી વન્યપ્રાણીઓના અંગ મળ્યા

રાજકોટ તા.૭
રાજસ્થાનના વન વિભાગના અધિકારીઓએ પ્રાણીઓના અંગોના સંદીગ્ધ તસ્કરના ઘરે દરોડા પાડી સિંહના નખ અને વન્ય પ્રાણીઓના અંગ ઝડપી પાડયા હતા. નાવલગઢ નજીક સુલતાનપુરમાં આવેલા સમશેરસિંહના મકાનમાંથી પ્રાણીઓના અંગ-ઉપાંગ મળી આવ્યા હતા.
રાજસ્થાનના ઝુનઝુનથી જુનાગઢના એક માણસે પોસ્ટલ પોર્ટલ દ્વારા સિંહના નખ મંગાવ્યા હતા. એ પછી આ દરોડા પાડવામાં આવ્યો હતો.
વનવિભાગના અધિકારીઓને શંકા છે કે સિંહ પ્રતિબંધીત ચીજોના વેચાણના ઓનલાઈન રેકેટ સાથે સાંઠગાંઠનો માત્ર એક હિસ્સો છે.
ઝુનઝુન, રાજસ્થાન ખાતેના ડેપ્યુટી ક્નઝર્વેટર ઓફ ફોરેસ્ટ રાજેન્દ્ર હુડાએ જણાવ્યું હતું કે અમને સિંહ અને દીપડા તથા રીંછ જેવા અન્ય વન્ય પ્રાણીઓના અંગ મળ્યા છે. અમે ઓનલાઈન સાંઠગાંઠમાં ઉંડા ઉતરી રહ્યા છીએ અને સાયબર ક્રાઈમ દર્જ કર્યો છે.
દરમિયાન, રાજસ્થાન વન વિભાગે સિંહ અનેતેના પિતા બિરબલસિંહની ધરપકડ કરી હતી. વન્ય પ્રાણીઓના અંગો જયાંથી મળી આવ્યા હતા તે પ્રોપર્ટીની માલિકી બિરબલ સિંહની છે.
વનવિભાગે અંગોને ફોરેન્સીક પરીક્ષણ માટે મોકલ્યા છે, અને આરોપીના સોશ્યલ મીડીયા એકાઉન્ટ અનેકોલ ડિટેલ્સની તપાસ ચાલી રહી છે.
જુનાગઢના વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે વાઈલ્ડલાઈફ અપરાધ છુટાછવાયા અને અસંબંધીત હોઈ, સપ્લાય રૂટની તપાસ મહત્વની છે. આવા ગુનાઓમાં સમાજના નબળા વર્ગોના લોકો મામુલી રકમથી વચેટીયા બને છે, પણ સૂત્રધારો પડદા પાછળથી કામ કરતા હોય છે.


Loading...
Advertisement