16મી ડીસેમ્બરથી બેંકોમાં 24 કલાક ‘NEFT’ સુવિધા

07 December 2019 12:42 PM
Business India
  • 16મી ડીસેમ્બરથી બેંકોમાં 24 કલાક ‘NEFT’ સુવિધા

રિઝર્વ બેન્કે ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઈલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર

મુંબઈ તા.7
રિઝર્વ બેન્કે ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઈલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી)ને 16 ડિસેમ્બરથી 24 કલાક કરી દેવાની જાહેરાત કરી છે.
રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હવે એનઈએફટી અંતર્ગત ટ્રાન્ઝેકશનની સુવિધા રજાના દિવસો સહિત સપ્તાહના સાતેય દિવસો 24 કલાક રહેશે. અગાઉ આ સુવિધા સવારના 8થી સાંજના 7 વાગ્યા સુધી તથા પહેલા અને ત્રીજા શનિવારે બપોરે 1 વાગ્યા સુધી આ સુવિધા હતી.

આ સાથે રિઝર્વ બેન્કે એ પણ જણાવ્યું છે કે દરેક સભ્ય બેન્કોના નિયામક પાસે ચાલુ ખાતામાં પર્યાપ્ત રકમ રાખવી જોઈએ. જેથી એનઈએફટી ટ્રાન્ઝેકશનમાં કોઈ સમસ્ય પેદા ન થાય. બેન્ક એનઈએફટીમાં કરાયેલા ફેરફારના બારામાં ગ્રાહકોને જાણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક અગાઉથી 4 એનઈએફટી તથા આરટીજીએસ ટ્રાન્જેકશન પર ચાર્જ સમાપ્ત કરવાનો નિર્ણય લઈ ચૂકી છે.


Loading...
Advertisement