GSTનો બીજો કડવો ડોઝ પીવડાવી સરકાર 1 લાખ કરોડનો બોજ ઝીંકશે

07 December 2019 12:36 PM
Business Government India
  • GSTનો બીજો કડવો ડોઝ પીવડાવી સરકાર 1 લાખ કરોડનો બોજ ઝીંકશે

આગામી પખવાડિયામાં મળનારી કાઉન્સિલની બેઠકમાં થાગડથીગડ નહીં, રેટનું પુનર્ગઠન કરાશે:નીચલો 5% નો સ્લેબ 9-10%નો બનશે: 12% નો સ્લેબ કાઢી નખાશે: 243 આઈટેમોને 18% ના સ્લેબમાં લઈ જવાશે: હાલ કરમુક્ત આઈટેમ્સને જીએસટીમાં લવાશે:હવાઈ, એસી, ટ્રેન મુસાફરી, આટા, પનીર, સૂકો મેવો મોંઘો બનશે: 1000થી નીચેના ભાડાવાળા રૂમો પર પણ ટેકસ લદાવા વકી

નવી દિલ્હી તા.7
લોંચ થવાને અઢી વર્ષ વીતી ગયા પછી જીએસટી કાઉન્સીલ નીચેનો 5% નો સ્લેબ 9-10% કરવા અને એ સાથે 12%નો રેટ દૂર કરવા વિચારણા કરશે. એ સામે 12% સ્લેબમાં રહેલી 243 આઈટેમને 18%ના બેન્ડમાં લઈ જવા જેવા માળખામાં મોટા બદલાવ વિષે ચર્ચા કરશે. જો આવી દરખાસ્તોનો અમલ કરશે તો ગ્રાહકો પર બોજ વધશે અને સરકારને વધારાની 1 લાખ કરોડની આવક થશે.

રેટના પુન:ગઠનની દરખાસ્ત ઉપરાંત હાલમાં કરમુક્ત એવી ખર્ચાળ ખાનગી હોસ્પિટલોમાં સારવારથી લઈ રૂા.1000થી નીચેના ભાડાવાળી હોટેલ-રૂમ અને ઉંચી રકમના કંપની હોમ સીઝ જેવી બાબતોને જીએસટીના માળખામાં આવરી લેવાય તેવી શકયતા છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ 5% ના સ્લેબમાં આવતા આટા, પનીર, ઈકોનોમી કલાસ, એર ટ્રાવેલ ફર્સ્ટ-સેક્ધડ કલાસ એસી ટ્રેન ટ્રાવેલ, પામ ઓઈલ, ઓલિવ ઓઈલ, પિઝા બ્રેડ, કોકોઆ પેસ્ટ, ડ્રાય ફ્રુટસ, સિલ્ક, લિનન ફેબ્રીકમાં વપરાતા ફેબ્રીક, ક્રુઝ ટ્રાવેલ, એકસકર્સન વોટ, ટુર સર્વિસીસ, આઉટડોર કેટરીંગ, રેસ્ટોરાને ઉપરના સંભવિત નવા 9-10% સ્લેબમાં લઈ જવાય તેવી શકયતા છે.
12% સ્લેબમાં આવતા મોબાઈલ ફોન, બિઝનેસ કલાસ એર ટ્રાવેલ, સ્ટોર રન સોપ્ટીઝ, મોબેરા પેઈન્ટીંગ્સ, રૂા.5000 થી 7500ના ભાડાવાળા હોટેલ રૂમ જેવી આઈટેમ્સ 18%ના સેગમેન્ટમાં લઈ જવાય તેવી શકયતા છે.

અત્યાર સુધી જીએસટીમાંથી મુક્તિ અપાયેલી ખર્ચાળ ખાનગી હોસ્પીટલોમાં સારવાર, રૂા.1000થી નીચેના ભાડાવાળા હોટેલ રૂમ, કંપનીઓ દ્વારા લીઝ પર અપાતા હાઈ-વેલ્યુ હોમ, અન બ્રાન્ડેડ પનીર, રો સિલ્ક જેવી આઈટેમ્સ જીએસટી હેઠળ લાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારે કોર્પોરેટ ટેકસમાં જંગી રાહત આપી છે, અને એના કારણે સરકારી તિજોરીની આવકને મોટો ફટકો પડયો છે. બીજી બાજુ, જીએસટી લાગુ થયાના અઢી વર્ષ માટે પણ અસંખ્ય ચીજવસ્તુઓનો રેટમાં બદલાવ કરવાની ફરજ પડતાં તથા કરચોરી રોકવાની જોગવાઈઓ અમલમાં મુકયાની મુશ્કેલીઓની સરકારને અપેક્ષિત આવક મળી નથી. ચાલુ 2019-20ના નાણાકીય વર્ષના અંતે જીએસટીની અંદાજીત આવક 15થી20% ઓછી રહે તેવી શકયતા છે. આવા સંજોગોમાં જીએસટી દરમાં બદલાવ અનિવાર્ય બન્યા છે.


Loading...
Advertisement