શેરબજારમાં 350 પોઈન્ટનો કડાકો: બેંક ઓટો સહિતનાં ક્ષેત્રોનાં શેરોમાં આક્રમક વેચવાલી

06 December 2019 05:27 PM
Business India
  • શેરબજારમાં 350 પોઈન્ટનો કડાકો: બેંક ઓટો સહિતનાં ક્ષેત્રોનાં શેરોમાં આક્રમક વેચવાલી

નિફટી 12000 નીચે: યશ બેંક 11 ટકા ગગડયો

રાજકોટ તા.6
મુંબઈ શેરબજારમાં આજે વેચવાલીનાં આક્રમક દબાણ હેઠળ મંદીનો આંચકો અનુભવાયો હતો અને સેન્સેકસમાં 350 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું.
શેરબજારમાં શરૂઆત સ્થિર ટોને થવા બાદ વેચવાલીનું દબાણ શરૂ થઈ ગયુ હતું. રિઝર્વ બેન્કે વ્યાજદર નહિં ઘટાડવાનો ખચકાટ હતો જ તેનાથી વિશેષ વિકાસદરનો અંદાજ ઘટાડયો તેની હતાશા હતી. ગ્રાહક કોન્ફીડેન્સ ઈન્ડેકસ પાંચ વર્ષનાં તળીયે ઘસી ગયાની નિરાશા હતી. જીએસટી વસુલાત વધારવા માટે નવો બોજ આવવાના ભણકારાથી સાવચેતી હતી. અર્થતંત્ર દિશાહીન બની ગયાની છાપ અને સરકારી પગલા અપુરતા સાબિત થઈ રહ્યાના સંકેતોની વિપરીત અસર હતી.

શેરબજારમાં આજે બેંક ઓટો શેરો ગગડયા હતા. સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, યશ બેંક, એક્ષીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસાઈન્ડ બેંક, મારૂતી વગેરે તૂટયા હતા. સન ફાર્મા, એચડીએફસી, હિન્દ લીવર, બજાજ ઓટો, હીરો મોટો, ઝી એન્ટર, ગેઈલ, વોડાફોન, ડીશ ટીવીમાં ઘટાડો હતો. રીલાયન્સ ટીસ્કો, કોટક બેંક, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, મજબુત હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 350 પોઈન્ટ ગગડીને 40428 હતો જે ઉંચામાં 40952 તથા નીચામાં 40337 હતો. નીફટી 103 પોઈન્ટ ઘટીને 11915 હતો જે ઉંચામાં 12057 તથા નીચામાં 11888 હતો.


Loading...
Advertisement