લોન સસ્તી નહીં થાય, વ્યાજદર યથાવત: વિકાસ અંદાજમાં મોટો કાપ

05 December 2019 05:27 PM
Business India
  • લોન સસ્તી નહીં થાય, વ્યાજદર યથાવત: વિકાસ અંદાજમાં મોટો કાપ

રિઝર્વ બેંકે વ્યાજદર તો ન ઘટાડયા પણ વિકાસદરનો અંદાજ ઘટાડી નાખ્યો:રેપોરેટ 5.15 ટકાએ યથાવત રાખતી રિઝર્વ બેંક: ફુગાવાનુ જોખમ હોવાનું કારણ: સતત છઠ્ઠી વખત વ્યાજ ઘટવાની આશા ખોટી ઠરી

મુંબઈ તા.5
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાથી નાણાકીય સમીક્ષા આજે આશ્ર્ચર્ય સર્જી તેની પાંચમી દ્વિમાસીક નાણા નીતિની બેઠકમાં રેપોરેટ 5.15% (બીપીએસ) યથાવત રાખવા નિર્ણય લીધો છે. 2019-20ના નાણાકીય વર્ષની ગત ઓકટોબર બેઠકમાં રિઝર્વ બેંકે વ્યાજદરમાં 25 બીપીએસનો ઘટાડો કરી 5.15% નકકી કર્યો હતો.
આમ, સતત પાંચ વાર વ્યાજદરમાં કાપ મુકાયા પછી પહેલીવાર કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

રેપોરેટ એ રિઝર્વ બેંક વ્યાપારી બેંકોને ધીરાણ આપતો દર છે. એથી ઉલ્ટું, રિવર્સ રેપોરેટ વ્યાપારી બેંકોને રિઝર્વ બેંક ચૂકવતી હોય છે. રિવર્સ રેપો રેટ 4.90% ની સપાટીએ યથાવત રખાયો છે.

વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય એનસીપીના સભ્યોએ એકમતે લીધો હતો. આજે વ્યાજદરની સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેંકે 2019-20માં જીડીપી ગ્રોથ રહેતું અનુમાન 6.1%થી ઘટાડી પાંચ ટકા કર્યું છે.

આજના નિર્ણય પહેલાં એવી ધારણા રાખવામાં આવતી હતી કે રિઝર્વ બેંક વ્યાજદરમાં વધુ 25 બીપીએસનો ઘટાડો કરી શકે છે. કેટલાક 15 બીપીએસથી માંડી 50 બેસીસ પોઈન્ટના ઘટાડાની આશા રાખી રહ્યા હતા.

અર્થતંત્ર હજુ પણ તીવ્ર અને લાંબા સમયના સ્લોડાઉનમાંથી પસાર થઈ રહ્યું હોઈ રેટ-કટ અપેક્ષિત હતો. દેશના જુલાઈ-સપ્ટેમ્બર 2019ના બીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ છ વર્ષમાં સૌથી નીચો, 4.5% નોંધાયો હતા. 2018-19ના બીજા કવાર્ટરમાં પણ 7.1% વિકાસદર દર્જ થયો હતો.

મેન્યુફેકચરીંગમાં ઘટાડો, ઘટતી માંગ અને ખાનગી રોકાણમાં ઘટાડા તથા વૈશ્ર્વિક સ્લોડાઉનના કારણે આયાતોના કારણે અર્થતંત્રનું ધીમી ગતિએ વિસ્તરણ થઈ રહ્યું છે. ગ્રાહક ફુગાવામાં ફેરફારના કારણે રિઝર્વ બેંકના નિર્ણય પર સૌની નજર હતી. ઓકટોબરમાં ગ્રાહક ભાવાંક નવ મહિનામાં પહેલીવાર 4% ની સપાટીએ પહોંચ્યો હતો.


Loading...
Advertisement